VIDEO: ગુવાહાટીમાં બ્રહ્મપુત્રા નદીની સપાટી વધી
સોર્સ : gstv
આસામના ગુવાહાટી સહિત ઉપવાસવાળા વિસ્તારોમાં થઈ રહેલા સતત ભારે વરસાદને કારણે બ્રહ્મપુત્રા નદીના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે. નદીની જળસપાટી સતત વધતા પાણી હવે કિનારાના નીચાણવાળા વિસ્તારો અને રસ્તાઓ તરફ આગળ વધી રહ્યું છે, જેને પગલે વહીવટી તંત્ર દ્વારા હાઈ-એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સામે આવેલા તાજા વીડિયો દ્રશ્યોમાં બ્રહ્મપુત્રા નદી ગંભીર વેગ સાથે વહેતી જોવા મળી રહી છે. નદીના વધતા પાણીને લીધે સાવચેતીના ભાગરૂપે ફેરી સેવાઓ પર આંશિક અસર પડી છે અને નદી કિનારે રહેતા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસી જવા ચેતવણી અપાઈ છે. પૂર નિયંત્રણ વિભાગ પરિસ્થિતિ પર ચોવીસ કલાક કડી નજર રાખી રહ્યો છે.

