VIDEO: ગુવાહાટીમાં જપ્ત કરાયેલા નશીલા પદાર્થોનો નાશ
આસામના ગુવાહાટી ખાતે રાજ્ય કક્ષાના એક વિશેષ કાર્યક્રમમાં આસામ પોલીસ દ્વારા અલગ-અલગ દરોડા દરમિયાન જપ્ત કરવામાં આવેલા કરોડો રૂપિયાના નશીલા પદાર્થોનો જાહેરમાં નાશ કરવામાં આવ્યો હતો. આ રાજ્ય કક્ષાના ડ્રગ્સ ડિસ્પોઝલ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ ખાસ ઉપસ્થિત રહીને કાયદાકીય પ્રક્રિયા હેઠળ નશીલા પદાર્થોના જથ્થાને આગ લગાડી તેનો નાશ કરાવ્યો હતો. સવારના દ્રશ્યોમાં મુખ્યમંત્રી અને ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં કડક સુરક્ષા વચ્ચે પ્રતિબંધિત ડ્રગ્સ, હેરોઈન અને નશીલી ગોળીઓના મોટા જથ્થાને ભસ્મીભૂત કરવામાં આવી રહ્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ આસામને સંપૂર્ણપણે 'ડ્રગ્સ મુક્ત' બનાવવા માટેની તેમની સરકારની કટિબદ્ધતા દોહરાવી હતી અને નશાના ગેરકાયદેસર કારોબાર સામે આકરી ઝુંબેશ ચાલુ રાખવાની જાહેરાત કરી હતી.

