મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

ફેટથી ફિટ થયો રામ કપૂર, 51 વર્ષની ઉંમરે એક્ટરે બનાવ્યા 6 પેક એબ્સ, ફોટો જોઈને નહીં આવે વિશ્વાસ

ટીવી અને ફિલ્મના ફેમસ એક્ટર રામ કપૂરે પોતાના ટ્રાન્સફોર્મેશનથી બધાને ચોંકાવી દીધા છે. એક્ટરે તેના ઇન્સ્ટાગ્રામ પર તેના

ફેટથી ફિટ થયો રામ કપૂર, 51 વર્ષની ઉંમરે એક્ટરે બનાવ્યા 6 પેક એબ્સ, ફોટો જોઈને નહીં આવે વિશ્વાસ

ટીવી અને ફિલ્મના ફેમસ એક્ટર રામ કપૂરે પોતાના ટ્રાન્સફોર્મેશનથી બધાને ચોંકાવી દીધા છે. એક્ટરે તેના ઇન્સ્ટાગ્રામ પર તેના લેટેસ્ટ ફોટો શેર કર્યા છે. જેમાં તેની ઓળખ કરવી મુશ્કેલ બની રહી છે. એક્ટરે ઘણું વજન ઘટાડ્યું છે અને નવા ફોટોમાં તે ફિટ અને હેન્ડસમ દેખાય છે.

આ પણ વાંચો: પુષ્પા 2ની અભિનેત્રીની 13 વર્ષ મોટા અભિનેતા સાથે તૂટી હતી સગાઈ, હવે છે આવા પાર્ટનરની શોધમાં!

એક સમયે ખૂબ જ જાડો રામ કપૂર નવી તસવીરોમાં એકદમ સ્લિમ અને ફિટ દેખાઈ રહ્યો છે. ફોટોમાં, રામ કપૂર સફેદ શૂઝ સાથે બ્લેક ટી-શર્ટ અને જીન્સમાં એકદમ હેન્ડસમ લાગે છે. પોતાના ટ્રાન્સફોર્મેશન ફોટો કરતી પોસ્ટ કરતી વખતે એક્ટરે કેપ્શનમાં લખ્યું છે. "નમસ્તે મિત્રો, ઇન્સ્ટામાંથી ટૂંકી ગેરહાજરી માટે માફ કરશો, હું મારી જાત પર ઘણું કામ કરી રહ્યો છું."

રામ કપૂરે 42 કિલો વજન ઘટાડ્યું 

રામ કપૂરે વધુ એક ફોટો શેર કર્યો છે જેમાં તે તેની પત્ની ગૌતમી કપૂર સાથે મિરર સેલ્ફી લેતો જોવા મળી રહ્યો છે. તસવીર પર લખ્યું છે કે તેણે 42 કિલો વજન ઘટાડ્યું છે, જે ખરેખર પ્રશંસનીય છે. તે જ સમયે, ફેન્સ પણ એક્ટરના ટ્રાન્સફોર્મેશનના વખાણ કરતા થાકતા નથી.

શું રામ કપૂર ટીવી પર પાછા ફરવાનું વિચારી રહ્યો છે?

એક ઇન્ટરવ્યુમાં રામે ખુલીને વાત કરી કે શું તે ટીવી પર પાછા ફરવાનું વિચારી રહ્યો છે. એક્ટરે સ્પષ્ટતા કરી, “હાલમાં હું તે નથી કરવાનો, ઘણીવાર સફળ ટેલિવિઝન શો વર્ષો સુધી ચાલે છે, અને તમે એક જ ભૂમિકામાં અટવાઈ જાઓ છો. હવે, મને OTT અને ફિલ્મોમાં જગ્યા મળી છે જ્યાં મને વિવિધ પ્રકારના રોલ એક્સપ્લોર કરવાની તક મળે છે. વર્ષો સુધી ફરી એક જ પાત્ર ભજવવાની કલ્પના કરવી મુશ્કેલ છે." તમને જણાવી દઈએ કે રામ કપૂર છેલ્લી વાર ફિલ્મ 'યુધ્રા' માં જોવા મળ્યા હતા.

આ સમાચાર શેર કરો