મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

રાજપાલ યાદવના પિતાનું અવસાન, 2 દિવસ પહેલા અભિનેતાને મળી હતી જાનથી મારી નાખવાની ધમકી

બોલિવૂડ અભિનેતા રાજપાલ યાદવના પિતા નૌરંગ યાદવનું નિધન થયું છે. તેઓ થોડા સમયથી બીમાર હતા. તેમને સારવાર માટે દિલ્હીની એઈમ્સ

રાજપાલ યાદવના પિતાનું અવસાન, 2 દિવસ પહેલા અભિનેતાને મળી હતી જાનથી મારી નાખવાની ધમકી

બોલિવૂડ અભિનેતા રાજપાલ યાદવના પિતા નૌરંગ યાદવનું નિધન થયું છે. તેઓ થોડા સમયથી બીમાર હતા. તેમને સારવાર માટે દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા.

આ પણ વાંચો: કપિલ શર્મા સહિત આ સેલેબ્સને પાકિસ્તાનથી આવ્યો ધમકી આપતો મેલ, મુંબઇ પોલીસે તપાસ હાથ ધરી

પિતાની ગંભીર હાલતની માહિતી મળ્યા બાદ અભિનેતા ગુરુવારે (23 જાન્યુઆરી) થાઈલેન્ડથી દિલ્હી પહોંચ્યો હતો. તેને આશા હતી કે તેના પિતા સ્વસ્થ થઈને ઘરે પાછા ફરશે. પરંતુ તેમનું મૃત્યુ હોસ્પિટલમાં જ થયું.  રાજપાલ યાદવ ઉત્તર પ્રદેશના શાહજહાંપુરનો રહેવાસી છે. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તેમના પિતાના અંતિમ સંસ્કાર તેમના જિલ્લામાં કરવામાં આવશે.

2 દિવસ પહેલા અભિનેતાને મળી હતી ધમકી

તમને જણાવી દઈએ કે બુધવારે અભિનેતા સહિત 4 સ્ટાર્સને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી. હાસ્ય કલાકારો અને અભિનેતા રાજપાલ યાદવ અને કપિલ શર્માને ધમકીભર્યો ઈમેલ મોકલવામાં આવ્યો છે. આ ઈમેલ કથિત રીતે પાકિસ્તાનથી મોકલવામાં આવ્યો છે. આ બે સ્ટાર્સ ઉપરાંત સુગંધા મિશ્રા અને રેમો ડિસોઝાને પણ ધમકીઓ મળી છે. પોલીસે ફરિયાદ નોંધી છે.

આ ઘટના પછી, રાજપાલ યાદવનો એક ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે કહેતો સંભળાય છે કે, 'મેં અંબોલી પોલીસ સ્ટેશન અને સાયબર ક્રાઈમ બંનેને જાણ કરી દીધી છે. આ પછી મેં આ વિશે કોઈની સાથે વાત નથી કરી. આ ઘટના વિશે વાત કરવાનું મારું કામ નથી. જ્યારે મને કંઈ ખબર ન હોય ત્યારે મારે શું કહેવું જોઈએ?' તેણે આગળ કહ્યું કે, 'હું એક અભિનેતા છું અને અભિનય કરું છું. હું મારા કામ દ્વારા તમામ ઉંમરના લોકોનું મનોરંજન કરું છું. હું કંઈ નથી કહેવા માંગતો. આ બાબતે કોઈ માહિતી નથી. મને મળેલી માહિતી મેં કહી દીધી છે.'

આ સમાચાર શેર કરો