Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Rajinikanth's simplicity won the hearts of fans, photo of him eating on a plate goes viral

Photo/ રજનીકાંતની સાદગીએ જીત્યા ચાહકોના દિલ, પતરાળા પર જમતો ફોટો વાયરલ

Timeછેલ્લું અપડેટ : 06 Oct 2025
લાઇવ ટીવીGoogle News
Photo/ રજનીકાંતની સાદગીએ જીત્યા ચાહકોના દિલ, પતરાળા પર જમતો ફોટો વાયરલ
સોર્સ : GSTV

સુપરસ્ટાર રજનીકાંત હાલમાં ગ્લેમર વર્લ્ડની ચમકથી દૂર પહાડોમાં સમય વિતાવી રહ્યા છે. તેમણે કામથી વિરામ લીધો છે અને તેઓ આધ્યાત્મિક યાત્રા પર છે. તેઓ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી રહ્યા છે. ઋષિકેશથી તેમનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ફોટોમાં તેઓ રસ્તાની બાજુમાં ઊભા રહીને પતરાળા પર ખાવાનું ખાઈ રહ્યા છે.

App Store

રજનીકાંતનો ફોટો વાયરલ

તેમણે ધોતી-કુર્તો પહેર્યો છે. રજનીકાંતનું આ સાદગીભર્યું વર્તન ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યું છે. આ ઉપરાંત, રજનીકાંતે ગંગા આરતી પણ કરી. આ સિવાય તેમનો બીજો એક ફોટો પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ કેટલાક લોકો સાથે વાતચીત કરતા જોવા મળે છે.

આ ફિલ્મમાં જોવા મળશે રજનીકાંત

જણાવી દઈએ કે રજનીકાંત ફિલ્મ 'જેલર 2'માં જોવા મળશે. આ ફિલ્મ આવતા વર્ષે જૂનમાં રિલીઝ થશે. ફિલ્મનું કેટલુંક શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે, જ્યારે કેટલુંક હજુ બાકી છે.

રજનીકાંતને છેલ્લે ફિલ્મ 'કુલી'માં જોવા મળ્યા હતા. 'કુલી'ને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. ટીકાકારોએ ફિલ્મને નકારાત્મક પ્રતિસાદ પણ આપ્યા હતા. જોકે, બોક્સ ઓફિસ પર ફિલ્મને સારો પ્રતિસાદ મળ્યો હતો. હવે તે જ પ્રોડક્શન હાઉસ 'જેલર 2'નું નિર્માણ કરી રહ્યું છે. ફિલ્મનું શૂટિંગ રજનીકાંતના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યું છે.

'જેલર 2'માં રજનીકાંત, મોહનલાલ, શિવ રાજકુમાર અને જેકી શ્રોફ જેવા સ્ટાર્સ જોવા મળશે. અનિરુદ્ધ ફિલ્મનું સંગીત કંપોઝ કરી રહ્યા છે. ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ કેરલ અને ગોવામાં થવાનું છે. જણાવી દઈએ કે રજનીકાંતે તમિલ ફિલ્મ ઉદ્યોગમાં 50 વર્ષ પૂર્ણ કર્યા છે. ચાહકો તેમની ફિલ્મ 'જેલર 2' ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મનું દિગ્દર્શન નેલ્સન દિલીપકુમારે કર્યું છે. આ ફિલ્મ 2023માં આવેલી જલર'ની સિક્વલ છે, જે બ્લોકબસ્ટર હિટ રહી હતી. ચાહકો હવે 'જેલર 2' ની રિલીઝની રાહ જોઈ રહ્યા છે. રજનીકાંત 74 વર્ષના છે અને કામ પ્રત્યે ખૂબ ગંભીર રહે છે.