Top 5 of 2025: આ યાદીમાં સલમાન-આમિર કે અજય સિવાયની ફિલ્મો છે ટોચ પર

2025નો અંત થવાને હવે માત્ર 3 મહિના જ બાકી છે. સપ્ટેમ્બર 2025 સુધીની વાત કરીએ તો આ સમય દરમિયાન ઘણી ફિલ્મો રિલીઝ થઈ, પણ આ ફિલ્મો રહી છે ટોપ 5 ફિલ્મો. જેમાં સલમાન ખાન, આમિર ખાન અને અજય દેવગન જેવા સુપર સ્ટારની ફિલ્મો સામેલ નથી.
IMDbએ તાજેતરમાં રિલીઝ થયેલી આ ફિલ્મોને રેટિંગ આપી છે અને તેમને ટોચની 5 યાદીમાં સામેલ કરી છે. જેમાં હિન્દી સિનેમાના કોઈ પણ મોટા અભિનેતાની એક પણ ફિલ્મ સામેલ નથી. IMDbના અહેવાલ મુજબ નીચે મુજબની ફિલ્મો આ યાદીમાં સ્થાન પામી છે.
મહાવતાર નરસિમ્હા
આ યાદીમાં અશ્વિન કુમારની ફિલ્મ ટોપ પર છે. જેમાં પહેલી વાર કોઈ ફિલ્મ નિર્માતાએ ભક્ત પ્રહલાદ અને ભગવાન વિષ્ણુના નરસિંહ અવતારની વાર્તાને પડદા પર દર્શાવી છે. તેના શક્તિશાળી દ્રશ્યો, સંગીત અને સંવાદોએ લોકોને થિયેટરોમાં ઘણા ઉત્સાહિત કર્યા હતા. 8.8નું IMDb રેટિંગ ધરાવતી આ ફિલ્મનો નેટફ્લિક્સ પર આનંદ માણો.
ડ્રેગન
કાયડુ લોહાર અને અનુપમા પરમેશ્વરન અભિનીત આ ફિલ્મ 21 ફેબ્રુઆરીના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. દર્શકોને તેમની કેમેસ્ટ્રી ખૂબ ગમી હતી, અને આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખૂબ જ સફળ રહી હતી. વાર્તા તમને શરૂઆતથી જ જકડી રાખશે. તમે નેટફ્લિક્સ પર આ ફિલ્મ જોઈ શકો છો. IMDb મુજબ આ તમિલ ફિલ્મને 7.8 સ્ટાર રેટિંગ મળ્યું છે.
છાવા
વિકી કૌશલ અને રશ્મિકા મંદાના અભિનીત આ ફિલ્મ 2025ની શરૂઆતમાં રિલીઝ થઈ હતી. રિલીઝ પહેલા જ તેણે ઘણી ચર્ચા જગાવી હતી. જેમાેં વિકી કૌશલે છત્રપતિ સંભાજી મહારાજનું પાત્ર મોટા પડદા પર નિભાવ્યું હતુ, જેને જોઈને લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. IMDb એ ફિલ્મને 7.3 રેટિંગ આપ્યું છે. તમે તેને Netflix પર જોઈ શકો છો.
સૈયારા
મોહિત સૂરીના રોમેન્ટિક મ્યુઝિકલ ડ્રામા સૈયારાને વિશ્વભરમાં અપાર પ્રેમ મળ્યો છે. ફિલ્મની વાર્તા, પાત્રો અને સંગીતે દર્શકોને ખૂૂબ પસંદ આવ્યા છે. અનિત પડ્ડા અને અહાન પાંડેના ઓન-સ્ક્રીન જાદૂએ બધાને મોહિત કર્યા છે. IMDb એ ફિલ્મને 6.4 રેટિંગ આપ્યું છે. Netflix પર આ ફિલ્મ જોઈ શકાય છે.
કુલી
સાઉથ ફિલ્મ ઉદ્યોગના થલાઈવા, રજનીકાંત અભિનીત ફિલ્મ પણ આ યાદીનો એક ભાગ છે. કલેક્શનની દ્રષ્ટિએ રજનીકાંત અભિનીત આ ફિલ્મે સારી કમાણી કરી. IMDb પર તેનું રેટિંગ 6.1 છે. જો તમે આ ફિલ્મ થિયેટરોમાં જોવાનું ચૂકી ગયા હો, તો તેને પ્રાઇમ વિડીયો પર જોવાનું ભૂલશો નહીં.

