Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : ranbir-and-deepika-spotted-together-for-the-first-time-after-their-breakup

Ranbir and Deepika: એક્સ કપલને સાથે જોઈ ચાહકોને યાદ આવી યે જવાની હે દિવાની

Timeછેલ્લું અપડેટ : 05 Oct 2025
લાઇવ ટીવીGoogle News
Ranbir and Deepika: એક્સ કપલને સાથે જોઈ ચાહકોને યાદ આવી યે જવાની હે દિવાની
સોર્સ : GSTV

એક સમયના પ્રેમીઓ કહેવાતા રણબીર કપૂર અને દીપિકા પદુકોણ તાજેતરમાં એકસાથે જોવા મળ્યા હતા. જેની ખૂબ ચર્ચા થઈ રહી છે. કારણ કે, બ્રેકઅપ પછી આ બંને કલાકાર પહેલીવાર આ રીતે એકસાથે જોવા મળ્યા છે. તેમના વીડિયો પણ વાયરલ થઈ રહ્યા છે. જેમાં તેઓ એકબીજાને ભેટ્યા છે. જે જોઇને સૌને યે જવાની હે દિવાની ફિલ્મ યાદ આવી ગઈ. આ એક્સ કપલની ઝલક જોઈ તેમના ફેન્સ ખુશ થઇ ગયા છે. 

App Store

વાયરલ વીડિયોમાં શું છે?

રણબીર અને દીપિકાનો જે વીડિયો વાયરલ થયો છે, તેમાં દીપિકા એરપોર્ટની કાર્ટમાં બેસેલી જોવા મળે છે. તેવામાં રણબીર કપૂર દરવાજામાંથી આવતો જોવા મળે છે અને બંને એક બીજાને વેવ કર્યા પછી એકબીજાને ભેટી પડતાં જોવા મળે છે. આ પછી બંને સાથે કાર્ટમાં બેસીને નીકળી ગયા હતા. તેઓ મુંબઈ એરપોર્ટ પર સાથે સ્પોટ થયા હતા. તેમનો મુંબઈ પરત આવવાનો વીડિયો પણ સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થઈ રહ્યા છે. 

બ્રેકઅપ પછી પહેલીવાર આ રીતે જોવા મળ્યા રણબીર-દીપિકા

ઘણા અહેવાલોમાં સામે આવ્યું હતુ કે, રણબીર અને દીપિકાનું  બ્રેકઅપ થયા પછી દીપિકા પદુકોણ ડિપ્રેશનમાં સરી ગઇ હતી. એ દિવસોમાં તેણે સખત માનસિક પીડા ભોગવી હતી, જેમાંથી તેને બહાર આવતા ઘણો લાંબો સમય લાગ્યો હતો. પછી રણબીર કેટરિના સાથે વરસો સુધી લિવઇનમાં રહ્યો હતો. પરંતુ તેમનું પણ બ્રેકઅપ થઇ ગયું હતું અને અંતે તેણે આલિયા ભટ્વ સાથે લગ્ન કર્યા. દીપિકા પણ રણવીર સિંહ સાથે સુખી લગ્ન જીવન વિતાવી રહી છે, આ કપલને એક દીકરી છે. રણબીર અને આલિયાને પણ એક દીકરી છે.