Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Rashmika Mandanna's upcoming film will be a horror action

Rashmika Mandannaની આવનારી ફિલ્મ હશે હોરર એક્શન, અભિનેત્રી બનશે યોદ્ધા

Timeછેલ્લું અપડેટ : 30 Jul 2025
લાઇવ ટીવીGoogle News
Rashmika Mandannaની આવનારી ફિલ્મ હશે હોરર એક્શન, અભિનેત્રી બનશે યોદ્ધા
સોર્સ : Google

રશ્મિકા અવાર નવાર તેની સુંદરતા અને સારી એક્ટિંગને લઈ ચર્ચામાં રહેતી હોય છે. અત્યાર સુધી તેની સુંદરતા અને પ્રેમાળ સ્વભાવથી લોકો પ્રેરિત થયા છે, પરંતુ હવે રશ્મિકા એક યોદ્ધાના અવતારમાં જોવા મળશે. રશ્મિકા મંદાના પોતાની નવી પેન-ઈન્ડિયા હોરર એક્શન ફિલ્મ 'Mysaa' સાથે કમબેક કરી રહી છે. 

App Store

'Mysaa' ફિલ્મ થઈ લૉન્ચ

આ ફિલ્મને એક પરંપરાગત પૂજા સમારોહ સાથે લૉન્ચ કરવામાં આવી હતી. જેમાં ફિલ્મની સમગ્ર ટીમ હાજર રહી હતી. પ્રખ્યાત પ્રોડ્યુસર સુરેશ બાબુ ગરૂ અને ડિરેક્ટર હનુ રાઘવપુડીએ પણ હાજરી આપી હતી. 'Mysaa'ને અનફોર્મ્યુલા ફિલ્મ્સ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહી છે અને તે મોટા બજેટ સાથે સમગ્ર ભારતમાં રિલીઝ થશે. 

ક્યાં થશે ફિલ્મનું શૂટિંગ, અને ટીમમાં કોણ કોણ હશે?

ફિલ્મનું શૂટિંગ હૈદરાબાદમાં થઈ રહ્યું છે. જેમાં રશ્મિકા પહેલા દિવસથી જ હાજર રહેશે. રશ્મિકા આ ફિલ્મમાં એકદમ જુસ્સેદાર અવતારમાં જોવા મળશે. અને તે એક અત્યંત મજબૂત કિરદાર ભજવશે. 'Mysaa' ફિલ્મ રવિન્દ્ર પુલે દ્વારા લખાયેલી છે અને તેમના દ્વારા જ ડિરેક્ટ પણ કરવામાં આવશે. ફિલ્મની સિનેમેટોગ્રાફી શ્રેયસ પી કૃષ્ણા દ્વારા સંભાળવામાં આવી છે, જે સૂર્યાની ફિલ્મ "Retro"માં તેમના કામ માટે જાણીતા છે. ફિલ્મની એક્શન સિક્વન્સ ઈન્ટરનેશનલ સ્ટંટ ડિરેક્ટર એન્ડી લોંગ દ્વારા ડિઝાઈન કરવામાં આવી છે. જેમણે તાજેતરમાં 'Kalki 2898 AD' માં પણ કામ કર્યું છે.

શું છે 'Mysaa'ની સ્ટોરી?

'Mysaa' એક ઈમોશનલ એક્શન ફિલ્મ હોવાનું કહેવામાં આવે છે, જેની સ્ટોરી ગોંડ જનજાતિની સમૃદ્ધ સાંસ્કૃતિક દુનિયા પર આધારિત છે. રશ્મિકા મંદાના એક ગોંડ મહિલાનું ચેલેન્જિંગ અને અલગ કેરેક્ટર પ્લે કરી રહી છે. આ કેરેક્ટર તેના અગાઉના કાર્યોથી તદ્દન અલગ છે અને દર્શકોને તેનું એક નવુ પાસું જોવા મળશે. 
'Mysaa' એક એવી ફિલ્મ થવાની આશા છે, જે એક અનોખી સાંસ્કૃતિક બેકગ્રાઉન્ડમાં એક ઉંડી ભાવનાત્મક વાર્તા પેશ કરશે, અને જેમાં રશ્મિકાનો સશક્ત અવતાર જોવા મળશે.