VIDEO / મામેરાની વિધિમાં હસતી અને નાચતી દેખાઈ રાધિકા, અનંતની દુલ્હનના એક્સપ્રેશને જીત્યા લોકોના દિલ
ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીનો નાનો પુત્ર અનંત અંબાણી ટૂંક સમયમાં રાધિકા મર્ચન

ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીનો નાનો પુત્ર અનંત અંબાણી ટૂંક સમયમાં રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરશે. હવે તેમના લગ્નને થોડ જ દિવસ બાકી છે. આખો અંબાણી પરિવાર અનંત અને રાધિકાના લગ્નની તૈયારીમાં વ્યસ્ત છે. લગ્ન પહેલાની વિધિઓ પણ શરૂ થઈ ગઈ છે. સફળ સમૂહ લગ્ન કાર્યક્રમ બાદ બુધવારે મામેરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ખાસ અવસર પર અંબાણી પરિવારના તમામ સભ્યો હાજર રહ્યા હતા. નીતા અંબાણીના માતા અને પરિવારનું ભવ્ય સ્વાગત કરાયું હતું, જેમણે મામેરાની વિધિ પૂરી કરી હતી. આ વિધિની આ તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ધૂમ મચાવી રહ્યા છે. એક વીડિયોમાં રાધિકા મર્ચન્ટની ક્યૂટનેસ જોઈ શકાય છે.
મામેરુ સમારોહમાં રાધિકા ચમકી
ગઈકાલે 3 જુલાઈએ અંબાણી પરિવારે એન્ટિલિયામાં અનંત-રાધિકાના મામેરાની વિધિનું આયોજન કર્યું હતું. ગુજરાતી રીતિ-રિવાજ મુજબ આ કાર્યક્રમ સાથે શુભ લગ્નની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં વર-કન્યાના મામા લગ્ન પહેલા તેમના માટે ભેટ લઈને પહોંચ્યા હતા. આ ખાસ ઈવેન્ટ દરમિયાન રાધિકા મર્ચન્ટ ઓરેન્જ અને પિંક લહેંગામાં જોવા મળી હતી. આ દરમિયાન તેની ક્યૂટ સ્ટાઇલ જોવા મળી હતી. સામે આવેલા એક વીડિયોમાં તે કેમેરાની સામે ડાન્સ કરતી અને ક્યૂટ એક્સપ્રેશન આપતી જોવા મળી હતી. ખૂબ જ સુંદર દેખાતી રાધિકા વીડિયોમાં પહેલા હસતી અને પછી ડાન્સ કરતી જોઈ શકાય છે. તેના એક્સપ્રેશન લોકોના દિલ જીતી રહ્યા છે અને લોકો તેની નિર્દોષતાના વખાણ કરી રહ્યા છે.
રાધિકાને લુકે ધ્યાન આકર્ષિત કર્યું
અ વિધિમાં રાધિકાના લુકએ બધાનું ધ્યાન ખેંચ્યું હતું. તેની હેર સ્ટાઇલ પણ ઘણી આકર્ષક હતી. આ સિવાય તે અંબાણી પરિવારના બાળકો સાથે ઘણો સમય વિતાવટી પણ જોવા મળી હતી, ક્યારેક ઈશા અંબાણીના બાળકોને તો ક્યારેક શ્લોકા મહેતાના બાળકોને રમાડતી હતી. આ તસવીરો જોયા બાદ લોકો કહેવા લાગ્યા કે તે એક પરફેક્ટ વહુ છે.
આ ધાર્મિક વિધિઓ કરવામાં આવી હતી
તમને જણાવી દઈએ કે, તેમના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની વિધિની શરૂઆતના અવસર પર, મામેરાના એક દિવસ પહેલા, અંબાણી પરિવારે પાલઘર વિસ્તારના 50થી વધુ યુગલો માટે સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું. મુંબઈથી લગભગ 100 કિ.મી. લગ્ન સમારોહ રિલાયન્સ કોર્પોરેટ પાર્કમાં યોજાયો હતો. હવે અંબાણી અને રાધિકા મર્ચન્ટ 12 જુલાઈએ સાત ફેરા લેશે.






