VIDEO: 'પાપારાઝીઓને જેલમાં નાખો, મનોરંજનના તમામ સાધનો પર પ્રતિબંધ લાગી રહ્યા છે', કેમ કહ્યું કંગનાએ આવું?
આ દિવસોમાં કંગના રણૌત તેની અપકમિંગ ફિલ્મ 'ઈમરજન્સ

આ દિવસોમાં કંગના રણૌત તેની અપકમિંગ ફિલ્મ 'ઈમરજન્સી'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. બુધવારે પોતાની ફિલ્મના પ્રમોશન માટે પહોંચેલી કંગના ત્યાં હાજર તમામ પાપારાઝીઓને જેલમાં નાખવાની વાત કરતી જોવા મળી હતી. આ સાથે કંગનાએ બધાને યાદ અપાવ્યું કે, તેની ફિલ્મ 'ઈમરજન્સી' કયા દિવસે થિયેટરમાં રિલીઝ થવાની છે. તેણે તે દિવસથી મનોરંજનના તમામ માધ્યમો પર પ્રતિબંધ મૂકવાની પણ વાત કરી હતી. કંગનાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે કહી રહી છે કે, 'બધા પાપારાઝીઓને જેલમાં નાખો, 6 સપ્ટેમ્બરે 'ઈમરજન્સી' લાગૂ થઈ રહી છે. આ દિવસે મનોરંજનના તમામ સાધનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
કંગનાએ કહ્યું- આ ઈન્દિરા ગાંધીની બાયોપિક નથી
કંગના રણૌતે વર્ષ 2021માં 'ઈમરજન્સી'ની જાહેરાત કરી હતી, પરંતુ બાદમાં કહ્યું કે, ભલે તે રાજકીય ડ્રામા છે, પરંતુ તે ઇન્દિરા ગાંધીની બાયોપિક નથી. અભિનેત્રી માત્ર ફિલ્મમાં લીડ રોલ જ નથી કરી રહી, પરંતુ ફિલ્મનું નિર્દેશન પણ કરી રહી છે.
દિવંગત અભિનેતા સતીશ કૌશિક પણ છે ફિલ્મમાં
કંગના ઉપરાંત આ ફિલ્મમાં અનુપમ ખેર, મિલિંદ સોમન, મહિમા ચૌધરી અને શ્રેયસ તલપડે પણ છે. ફિલ્મમાં શ્રેયસ તલપડે અટલ બિહારી વાજપેયીના રોલમાં જોવા મળશે જ્યારે અનુપમ ખેર જયપ્રકાશ નારાયણના રોલમાં જોવા મળશે. એટલું જ નહીં, આ ફિલ્મમાં દિવંગત અભિનેતા સતીશ કૌશિક પણ ભારતના પૂર્વ નાયબ વડાપ્રધાન જગજીવન રામના રોલમાં જોવા મળશે.
'મેં ક્યારેય કહ્યું નથી કે, હું નેતા બનવા માગુ છું'
ફિલ્મનું ટ્રેલર આ મહિનાની શરૂઆતમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. કંગનાએ રાજનીતિમાં સામેલ થવાથી તેની ફિલ્મી કરિયર પર પડેલી અસર વિશે વાત કરી. તેણે કહ્યું, 'હું એક્ટિંગ ચાલુ રાખું કે કેમ, મને લાગે છે કે, તે એક પ્રશ્ન છે જે લોકો નક્કી કરે. જેમ કે, મેં ક્યારેય કહ્યું નથી કે, હું નેતા બનવા માગુ છું. હું ચૂંટણી લડું તે લોકોની પસંદ હતી. હવે, આવતીકાલે જો 'ઈમરજન્સી' કામ કરે છે અને જો તેઓ મને વધુ જોવા માગતા હોય, જો મને લાગે કે હું સફળ થઈ શકું છું, તો હું ચાલુ રાખીશ.’
'હું ગમે ત્યાં ઠીક છું, જ્યાં પણ મારી જરૂર હોય અથવા તે જરૂરી હોય'
તેણે આગળ કહ્યું, 'નહીંતર મને લાગે છે કે, મને રાજકારણમાં વધુ સફળતા મળી છે અને મારી ત્યાં વધુ જરૂર છે, તેથી જ્યાં અમને જરૂર લાગે છે, સન્માન અને મૂલ્ય છે ત્યાં અમે જઈએ છીએ. હું જીવનને મારા માટે નિર્ણયો લેવા દઈશ. મારી અહીં કે ત્યાં જવાની કોઈ યોજના નથી. હું ગમે ત્યાં ઠીક છું, જ્યાં મારી જરૂર છે અથવા જે જરૂરી છે. ઉલ્લેખનીય છે કે, તેની આગામી ફિલ્મ 6 સપ્ટેમ્બર 2024ના રોજ થિયેટરમાં રિલીઝ થઈ રહી છે.








