મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

ચાર દિવસમાં જ 'પુષ્પા 2' એ કરી 800 કરોડની કમાણી, ફિલ્મના ત્રીજા ભાગને લઈને પણ આવી અપડેટ

અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની 'પુષ્પા 2: ધ રૂલ' હાલ બોક્સ ઓફિસ પર ટંકશાળ પાડી રહી છે. હવે એવા અહેવાલ આવ્યા છ

ચાર દિવસમાં જ 'પુષ્પા 2' એ કરી 800 કરોડની કમાણી, ફિલ્મના ત્રીજા ભાગને લઈને પણ આવી અપડેટ

અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની 'પુષ્પા 2: ધ રૂલ' હાલ બોક્સ ઓફિસ પર ટંકશાળ પાડી રહી છે. હવે એવા અહેવાલ આવ્યા છે કે ફિલ્મનો ત્રીજો ભાગ આવતા કદાચ 6 વર્ષ જેટલો લાંબો સમય લાગી શકે છે.

આ પણ વાંચો: કરણી સેનાના પ્રમુખે પુષ્પા 2ના મેકર્સને આપી ધમકી, ફિલ્મમાં ક્ષત્રિયોનું અપમાન થવાનો આરોપ

ફિલ્મનો પહેલો ભાગ ડિસેમ્બર 2021માં રિલીઝ થયો હતો. તે પછી બીજો ભાગ ત્રણ વર્ષે આવ્યો છે. બીજો ભાગ પણ મૂળ પ્લાનિંગ કરતાં લગભગ ચારથી છ મહિના મોડો રિલીઝ કરાયો છે. હવે ફિલ્મની ટીમ દ્વારા ત્રીજા ભાગની પણ હિન્ટ આપી દેવામાં આવી છે. જોકે, સાઉથના સૂત્રોના જણાવ્યા અનુસાર, ત્રીજા ભાગનું શૂટિંગ બહુ જલ્દી શરૂ થવાની સંભાવના ઓછી છે.

આ એક્ટરની ત્રીજા ભાગમાં થઈ શકે છે એન્ટ્રી

એક્ટર અલ્લુ અર્જુન અને દિગ્દર્શક સુકુમાર બંને અન્ય પ્રોજેક્ટસ સ્વીકારી ચૂક્યા છે અને તેઓ તેને અગ્રતા આપવાના છે. બીજા એક રસપ્રદ અહેવાલો એવા છે કે 'પુષ્પા'ની હિરોઈન રશ્મિકા મંદાનાની રીયલ લાઈફના પ્રેમી વિજય દેવરકોંડાની કદાચ 'પુષ્પા 3'માં એન્ટ્રી થઈ શકે છે. જોકે, આ અંગેની વાતચીત હજુ પ્રાથમિક તબક્કે જ છે. વિજય દેવરકોંડાનો ત્રીજા ભાગમાં ખલનાયકની ભૂમિકા માટે સંપર્ક કરાયો હોવાનું કહેવાય છે. 

4 દિવસમાં 800 કરોડનું કલેક્શન

અલ્લુ અર્જુનની ફિલ્મ 'પુષ્પા 2'નું કલેક્શન અત્યાર સુધીમાં 800 કરોડ રૂપિયા સુધી પહોંચ્યું છે. જેમાં 200 કરોડ માત્ર રવિવારની કમાણી છે. ત્યારે ભારતમાં પુષ્પાએ 532 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. જેમાં રવિવારના આંકડા 142 કરોડ રૂપિયા છે. 

આ સમાચાર શેર કરો