ચહેરા પર લોહી અને ઈજાના નિશાન, પ્રિયંકા ચોપરાની લેટેસ્ટ પોસ્ટે ચાહકોને કર્યા પરેશાન
અભિનેત્રી પ્રિયંકા ચોપરા બોલિવૂડથી હોલીવુડ સુધીની ફિલ્મોમાં કામ કરી

અભિનેત્રી પ્રિયંકા ચોપરા બોલિવૂડથી હોલીવુડ સુધીની ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. અને પોતાની એક ગ્લોબલ અલગ ઓળખ બનાવી છે. પ્રિયંકા ચોપરા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને પોતાની પોસ્ટને કારણે હમેશાં સમાચારમાં રહે છે. પરંતુ હાલમાં જ પ્રિયંકા ચોપરાએ જે પોસ્ટ શેર કરી છે તે જોઈને ચાહકો પરેશાન થઈ ગયા છે. અભિનેત્રીએ પોતાનો લોહી અને ઇજાના નિશાન સાથેના ચહેરોનો ફોટો શેર કર્યો છે.
પ્રિયંકા ચોપરા ઘાયલ થઈ
પ્રિયંકા ચોપરાએ શેર કરેલી તસવીરમાં તે ઘાયલ જોવા મળી રહી છે. તેના કપાળની જમણી બાજુએ લોહીના નિશાન દેખાય છે. અભિનેત્રીના ચહેરા પર દેખાતા લોહીના ડાઘા સૂચવે છે કે તેને ઈજા થઈ છે. પ્રિયંકા ચોપરાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરાયેલ ફોટો જોઈને લાગે છે કે તે શૂટિંગ દરમિયાન ઘાયલ થઈ ગઈ છે. આ દિવસોમાં અભિનેત્રી તેની ફિલ્મ ‘હેડ ઓફ સ્ટેટ’ના શૂટિંગમાં વ્યસ્ત છે. તે આ ફિલ્મમાં હાઈ-ઓક્ટેન સ્ટંટ કરતી જોવા મળશે, જેમાં જ્હોન સીના અને ઈદ્રિસ એલ્બા પણ છે. આ એક કોમેડી-એક્શન ફિલ્મ હોવાથી એવું લાગે છે કે ફિલ્મના સ્ટંટ સીન શૂટ કરતી વખતે પ્રિયંકાને આ ઈજાઓ થઈ હશે. આ તસવીર શેર કરતા પ્રિયંકા ચોપરાએ લખ્યું છે કે ‘મને આશ્ચર્ય થાય છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં કામ દરમિયાન, લોહીથી ખરડાયેલી કેટલી તસવીરો પોસ્ટ કરવામાં આવી છે? પ્રિયંકાના આ ફોટોને જોઈને ફેન્સ તેના માટે ચિંતિત છે, પ્રિયંકાના આ ફોટો સામે આવતા જ લોકો એક્ટ્રેસની તબિયત વિશે પૂછવા લાગ્યા.
અગાઉ પણ ઈજાગ્રસ્ત થઈ ચૂકી છે પ્રિયંકા
અગાઉ પ્રિયંકા ચોપરા તેની ફિલ્મ ‘સિટાડેલ’ના સેટ પર ખરાબ રીતે ઘાયલ થઈ હતી. આ દરમિયાન તેણે સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો પણ શેર કરી હતી, જેમાં તેના ચહેરા પર ઈજાના નિશાન હતા અને તેના હોઠ અને નાક પર લોહી જોવા મળ્યું હતું. પ્રિયંકા ચોપરાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો પીસી ટૂંક સમયમાં હોલીવુડની ફિલ્મ ‘હેડ ઓફ સ્ટેટ’માં જોવા મળશે.






