મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

મજેન્ટા સાડી, મોતીઓનો હાર, પહેરી ભાઈના લગ્નમાં પહોંચી પ્રિયંકા ચોપરા, કોની ઉપર થઈ ગુસ્સે?

પ્રિયંકા ચોપરાએ હંમેશા તેના લુક અને આત્મવિશ્વાસથી તેના ચાહકોને પ્રભાવિત કર્યા છે. નિક જોનાસ સા

મજેન્ટા સાડી, મોતીઓનો હાર, પહેરી ભાઈના લગ્નમાં પહોંચી પ્રિયંકા ચોપરા, કોની ઉપર થઈ ગુસ્સે?

પ્રિયંકા ચોપરાએ હંમેશા તેના લુક અને આત્મવિશ્વાસથી તેના ચાહકોને પ્રભાવિત કર્યા છે. નિક જોનાસ સાથેના લગ્ન પછી પ્રિયંકા ચોપરા વિદેશમાં સ્થાયી થઈ ગઈ છે, પરંતુ તેના કામ અને પરિવારના કારણે ઘણી વાર ભારત આવે છે. છેલ્લે પ્રિયંકા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં હાજરી આપવા પતિ નિક જોનાસ સાથે ભારત પહોંચી હતી. હવે અભિનેત્રી ફરી ભારત પહોંચી છે. 23 ઓગસ્ટના રોજ, વૈશ્વિક સ્ટારને પાપારાઝી દ્વારા કેમેરામાં કેદ કરવામાં આવી હતી. પ્રિયંકા લગ્ન સ્થળની બહાર જોવા મળી હતી. અભિનેત્રી પોતાના ભાઈ સિદ્ધાર્થ ચોપરાના લગ્નમાં હાજરી આપવા મુંબઈ પહોંચી હતી અને આ દરમિયાન તેણે પોતાના લુકથી બધાને ચોંકાવી દીધા હતા.

પ્રિયંકા ભાઈના લગ્નમાં હાજરી આપવા મુંબઈ પહોંચી હતી

પ્રિયંકા ચોપરા શુક્રવારે સવારે ભારત પહોંચી હતી. આ દરમિયાન પતિ નિક જોનાસ કે પુત્રી માલતી મેરી તેની સાથે જોવા મળ્યા ન હતા. અભિનેત્રી તેના ભાઈ સિદ્ધાર્થના લગ્નની વિધિમાં હાજરી આપવા મુંબઈ પહોંચી હતી. શુક્રવારે રાત્રે, પેપ્સે તેમને લગ્ન સ્થળની બહાર કેમેરામાં કેદ કર્યા હતા. આ દરમિયાન અભિનેત્રી ટ્રેડિશનલ લુકમાં જોવા મળી હતી. આ ફેમિલી ફંક્શન માટે પ્રિયંકાએ સુંદર  મજેન્ટા રંગની સાડી પસંદ કરી હતી, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.

પ્રિયંકા ચોપરા મેજેન્ટા સાડીમાં છવાઈ ગઈ

તેસુંદર મેજેન્ટા સાડીની સાથે, પ્રિયંકાએ લેયર્ડ પર્લ ચોકર નેકલેસ પહેર્યો હતો, જેની સાથે તેણે મેચિંગ પર્લ ઇયરિંગ્સ પહેરી હતી, જેણે તેના સમગ્ર દેખાવને રોયલ ટચ આપ્યો હતો. તેણીએ તેના વાળને ઢીલા, ઊંચા બનમાં સ્ટાઇલ કર્યા, અને તેના મેકઅપને બોલ્ડ લાલ લિપસ્ટિક અને સ્મોકી આઇ સાથે ક્લાસિક રાખ્યો.

પ્રિયંકાને કેમ ગુસ્સો આવ્યો?

પ્રિયંકા તેની નજીકની મિત્ર તમન્ના દત્ત સાથે સ્થળ પર પહોંચી, જ્યાં પેપ્સે તેના ફોટા લેવાનું શરૂ કર્યું. આ દરમિયાન કંઈક એવું થયું કે અભિનેત્રી ગુસ્સે થઈ ગઈ. પાપારાઝીઓએ પ્રિયંકાને જોતાની સાથે જ તેના ફોટા લેવાનું શરૂ કર્યું અને તેનું નામ બોલાવવાનું શરૂ કર્યું. આ દરમિયાન સુરક્ષાકર્મીઓએ  પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પાપારાઝીને પાછળ ધકેલવાનો પ્રયાસ કર્યો હતો. પ્રિયંકાએ આ જોઈ ને તરત જ તે ગુસ્સે થઈ ગઈ અને સિક્યોરિટીને આવું ન કરવા કહ્યું. આ પછી અભિનેત્રી ફરી પોઝ આપીને અંદર ગઈ.

પ્રિયંકા ચોપરા મોડી રાત્રે વિદેશ પરત ફરી હતી

આ ઈવેન્ટનો ભાગ બન્યા બાદ અભિનેત્રી તરત જ વિદેશ જવા રવાના થઈ ગઈ હતી. તે બહાર આવતાની સાથે જ પેપ્સ ફરીથી તેના ફોટા લેવા લાગ્યા. જેના પર પ્રિયંકાએ કહ્યું- 'તમારે જલ્દી ફોટો પડાવવો પડશે, મારે જવું પડશે.' એટલે કે, વૈશ્વિક સ્ટાર તેના એકમાત્ર ભાઈ સિદ્ધાર્થના લગ્નની વિધિમાં હાજરી આપ્યાના થોડા કલાકો પછી જ તેના પતિ અને પુત્રી પાસે વિદેશ પરત ફરી હતી. 

આ સમાચાર શેર કરો