16 કરોડમાં બનેલી ફિલ્મે બોક્સ ઓફિસ પર છાપ્યા હતા 407 કરોડ, હવે આ દિવસે રિલીઝ થશે તેની પ્રિક્વલ
વર્ષ હતું 2022, મોટા પડદા પર 2 કલાક 30 મિનિટની ફિલ્મ રિલીઝ થઈ હતી. આ ફિલ્મ એક પૌરાણિક લ

વર્ષ હતું 2022, મોટા પડદા પર 2 કલાક 30 મિનિટની ફિલ્મ રિલીઝ થઈ હતી. આ ફિલ્મ એક પૌરાણિક લોકકથા પર આધારિત હતી. સાદો ચહેરો ધરાવતો માણસ આ ફિલ્મનો મુખ્ય હીરો હતો. આ ફિલ્મ પ્રાદેશિક ભાષા કન્નડમાં બનાવવામાં આવી હતી, તેથી લોકોને લાગ્યું કે જો તે હિટ થઈ જશે તો વધુમાં વધુ 100-200 કરોડ રૂપિયાની કમાણી કરશે, પરંતુ આ ફિલ્મે ઈતિહાસ રચી દીધો.
આ પણ વાંચો: VIDEO / KGF મેકર્સ લાવી રહ્યા છે એવી ફિલ્મ જે બોલીવૂડને હચમચાવી દેશે, મોશન પોસ્ટર જોઈને રહી જશો દંગ
અદ્ભુત સિનેમેટોગ્રાફી, શાનદાર દિગ્દર્શન અને સ્ટોરી લાઈન તેમજ શાનદાર એક્ટિંગના બળ પર, આ ફિલ્મે બોક્સ ઓફિસ પર એવી છાપ છોડી કે હવે તે સૌથી વધુ નફો કરતી ફિલ્મોની યાદીમાં સામેલ થઈ ગઈ છે. 16 કરોડમાં બનેલી આ ફિલ્મે ઝડપથી 400 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો હતો. એટલું જ નહીં આ ફિલ્મને 2 નેશન એવોર્ડ પણ મળ્યા હતા. જો તમે હજુ પણ ફિલ્મના નામનો અંદાજો લગાવી શક્યા નથી, તો અમે તમને તેના વિશે વિગતવાર જણાવીશું.
આ ફિલ્મનું નામ 'કાંતારા' છે. આ ફિલ્મને બનાવવામાં 16 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો અને આ ફિલ્મે વિશ્વભરમાં 407 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી. આ ફિલ્મની ભારત ઉપરાંત વિદેશમાં પણ ખૂબ પ્રશંસા થઈ હતી. આ ફિલ્મને 2 નેશન એવોર્ડ મળ્યા હતા. ફિલ્મના લીડ એક્ટર ઋષભ શેટ્ટીને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો. જ્યારે ફિલ્મને સંપૂર્ણ મનોરંજન પુરી પાડતી બેસ્ટ પોપ્યુલર ફિલ્મનો નેશનલ એવોર્ડ મળ્યો હતો. 'કાંતારા' એક કન્નડ ફિલ્મ છે, જેનું નિર્દેશન પણ ફિલ્મના લીડ એક્ટર ઋષભ શેટ્ટીએ કર્યું છે.
ફિલ્મની વાર્તા
'કાંતારા' એક નાનકડા ગામની વાર્તા છે, જે કેરળના કાસરગોડ જિલ્લામાં આવેલું છે. વાર્તા ઋષભ શેટ્ટીના પાત્ર એટલે કે શિવા નામના યુવકની આસપાસ ફરે છે. આ ફિલ્મમાં એક્શન, ડ્રામા અને રોમાન્સ તેમજ પંજુર્લી અને ગુલિગા દેવાની લોકકથા છે. ફિલ્મમાં દર્શાવવામાં આવેલા લોકો આદિવાસી છે, જેઓ જંગલની પૂજા કરે છે અને તેને તેમના દેવી-દેવતાઓ સાથે જોડે છે. કન્નડમાં આ ફિલ્મની સફળતા જોઈને, તેને હિન્દી, તમિલ, તેલુગુ અને મલયાલમ ભાષાઓમાં પણ ડબ કરવામાં આવી અને તે એક પાન ઈન્ડિયા ફિલ્મ બની ગઈ.
આ દિવસે પ્રિક્વલ આવશે
હવે આ ફિલ્મની પ્રિક્વલ આવી રહી છે, જેનું નામ છે 'કાંતારાઃ ચેપ્ટર 1'. આ ફિલ્મની જાહેરાત થઈ ત્યારથી જ તેની ચર્ચા શરૂ થઈ ગઈ હતી. હવે આ ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર થઈ ગઈ છે. આ ફિલ્મ 2 ઓક્ટોબર 2025ના રોજ દશેરાના અવસર પર રિલીઝ થશે. કોંકણની લોકકથાનું સૌંદર્ય 'કાંતારાઃ ચેપ્ટર 1'માં દર્શાવવામાં આવશે. આ ફિલ્મનું દિગ્દર્શન પણ ઋષભ શેટ્ટી કરી રહ્યો છે અને તે આ ફિલ્મમાં લીડ રોલ ભજવવાનો છે.








