મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

ફરી એકવાર સાથે જોવા મળશે બિગ બી અને કિંગ ખાન, શરૂ થઈ ગઈ ભૂતનાથના ત્રીજા ભાગની તૈયારી

અમિતાભ બચ્ચનની જાણીતી, લોકપ્રિય અને સફળ ફિલ્મ 'ભૂતનાથ'નો ત્રીજો ભાગ બનવાની તૈયારી શરૂ થઈ ગઈ હોવાના સ

ફરી એકવાર સાથે જોવા મળશે બિગ બી અને કિંગ ખાન, શરૂ થઈ ગઈ ભૂતનાથના ત્રીજા ભાગની તૈયારી

અમિતાભ બચ્ચનની જાણીતી, લોકપ્રિય અને સફળ ફિલ્મ 'ભૂતનાથ'નો ત્રીજો ભાગ બનવાની તૈયારી શરૂ થઈ ગઈ હોવાના સમાચાર છે. આ ફિલ્મમાં બિગ બીએ એક પ્રેમાળ ભૂતની ભૂમિકા ભજવીને દર્શકોના દિલ જીતી લીધા હતા. જોકે હાલ આ ફિલ્મ પ્રારંભિક સ્ટેજમાં છે. આ ફિલ્મનું શૂટિંગ 2025માં શરૂ કરવામાં આવશે અને 2026માં ફિલ્મને રિલીઝ કરવાની યોજના છે. ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ શરૂ થઈ ગયું છે. 

આ પણ વાંચો: 'જય હનુમાન'માં રાણા દગ્ગુબતીની ધમાકેદાર એન્ટ્રી, આ રોલમાં જોવા મળશે અભિનેતા

રસપ્રદ વાત તો એ છે કે, શાહરૂખ ખાને ભૂતનાથના બંને ભાગમાં કેમિયો કર્યો હતો. પરંતુ હવે નિર્માતા ઈચ્છે છે કે, આ વખતે ત્રીજા હિસ્સામાં અભિનેતાનો રોલ વધુ લંબાવવામાં આવે. જોકે આ અંગેનો આખરી  નિર્ણય સ્ક્રિપ્ટ પૂરી થાય પછી લેવામાં આવશે. 

'ભૂતનાથ 3' હજી પ્રારંભિક સ્ટેજમાં હોવાથી ફિલ્મની અન્ય કાસ્ટ વિશે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. સ્ક્રિપ્ટ પૂરી થાય પછી જ ફિલ્મને લગતા વિવિધ નિર્ણયો લેવામાં આવશે.

આ સમાચાર શેર કરો