આમિર ખાન પ્રોડક્શનની ‘લાહોર 1947’નું શૂટિંગ શરૂ, લાંબા સમય બાદ કમબેક કરી રહી છે પ્રીતિ ઝિન્ટા
આમિર ખાન પ્રોડક્શન દ્વારા બનાવવામાં આવી રહેલી ફિલ્મ ‘લાહોર 1947’ને લઈને ફેન્સકોમાં ચર્ચા છે. આ

આમિર ખાન પ્રોડક્શન દ્વારા બનાવવામાં આવી રહેલી ફિલ્મ ‘લાહોર 1947’ને લઈને ફેન્સકોમાં ચર્ચા છે. આ ફિલ્મમાં 90ના દાયકાના કેટલાક ટોચના કલાકારો કમબેક કરતા જોવા મળશે. પ્રીતિ ઝિન્ટા ‘લાહોર 1947’થી સિલ્વર સ્ક્રીન પર કમબેક કરી રહી છે. આ ફિલ્મમાં તે સની દેઓલ સાથે તેની જોડી જમાવશે. તાજેતરમાં, અભિનેત્રીએ Instagram પર ફિલ્મના સેટ પરથી ફોટા શેર કરીને તેના ફેન્સને અપડેટ આપી છે.
‘લાહોર 1947’ના સેટ પરથી ફોટા સામે આવ્યા
પ્રીતિ ઝિન્ટાએ તાજેતરમાં જ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર ‘લાહોર 1947’ના સેટ પરથી કેટલાક ફોટો શેર કર્યા છે. આમાં તે રાજકુમાર સંતોષી સાથે જોવા મળી રહી છે. આ ફોટામાં પ્રીતિએ સેટ પર બનેલા નિયમો વિશે પણ જણાવ્યું છે.
પ્રીતિ ઝિન્ટાએ પડદા પાછળની ઝલક બતાવી
પ્રીતિ ઝિન્ટાએ શેર કરેલી તસવીરોમાં પહેલો ફોટો ક્લેપબોર્ડનો છે, જેના પર ડિરેક્ટર રાજકુમાર સંતોષીના નામની સાથે ડિરેક્ટર ઓફ ફોટોગ્રાફી સંતોષ સિવાનનું નામ લખેલું છે. બીજી તસવીર રાજકુમાર સંતોષી અને પ્રીતિ ઝિન્ટાની સેલ્ફીની છે. ત્રીજી તસવીરમાં તે સંતોષ સિવાન સાથે જોવા મળી રહી છે. ચોથો ફોટો સેટ પર લગાવેલા સાઈન બોર્ડનો છે, જેમાંથી એક HMU બેઝનું બોર્ડ છે. તેની નીચેના બોર્ડ પર ‘નો ફોન ઓન સેટ’ નો નિયમ લખાયેલો છે.
પ્રીતિ ઝિન્ટાની ફિલ્મો
પ્રીતિ ઝિન્ટાએ 1998માં રિલીઝ થયેલી ફિલ્મ ‘દિલ સે’થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તેની હિટ ફિલ્મોમાં ‘ક્યા કહેના’, ‘સૈનિક’, ‘દિલ ચાહતા હૈ’, ‘ચોરી ચોરી ચૂપકે ચુપકે’, ‘કોઈ મિલ ગયા’, ‘કલ હો ના હો’, ‘વીરા ઝરા’, ‘કભી અલવિદા ના કહેના’નો સમાવેશ થાય છે. હવે અભિનેત્રી સની દેઓલ સાથે ફિલ્મ ‘લાહોર 1947’માં લાંબા સમય બાદ સિલ્વર સ્ક્રીન પર વાપસી કરી રહી છે.








