‘કલ્કિ 2898 AD’નું પાવરફૂલ સોન્ગ 'ભૈરવ એન્થમ' આઉટ, દિલજીતના પંજાબી તડકાએ રંગ ઉમેર્યો
સાઉથનો સુપરસ્ટાર પ્રભાસ અત્યારે તેની મચઅવેટેડ સાયન્સ ફિક્શન માઇથોલોજિકલ અપકમિંગ ફિલ્મ ‘કલ્કિ

સાઉથનો સુપરસ્ટાર પ્રભાસ અત્યારે તેની મચઅવેટેડ સાયન્સ ફિક્શન માઇથોલોજિકલ અપકમિંગ ફિલ્મ ‘કલ્કિ 2898 AD’ માટે ચર્ચામાં છે, જે 27 જૂને સમગ્ર વિશ્વના થિયેટરોમાં અનેક ભાષાઓમાં રિલીઝ થવા જઈ રહી છે, જેને લઈને ફેન્સ પણ ખૂબ જ ઉત્સાહિત છે. નાગ અશ્વિન દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં પ્રભાસની સાથે દીપિકા પાદુકોણ, અમિતાભ બચ્ચન, કમલ હસન અને દિશા પટણી જેવા કલાકારો જોવા મળશે.
ફિલ્મના દમદાર ટ્રેલર બાદ ફિલ્મમાંથી 'ભૈરવ એન્થમ' ગીત રિલીઝ કરવામાં આવ્યું છે, જેણે રિલીઝ થતાની સાથે જ ફેન્સમાં હલચલ મચાવી દીધી છે. ગીતને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. ગીતના વીડિયોમાં 'ભૈવર' ડેશિંગ અંદાજમાં એન્ટ્રી કરતો જોવા મળી રહ્યો છે. આ સિવાય ગીતના વીડિયોમાં પંજાબી સિંગર અને એક્ટર દિલજીત દોસાંજની દમદાર એન્ટ્રીએ પણ ફેન્સના દિલ જીતી લીધા હતા. આ ગીતના વીડિયોમાં પ્રભાસ દિલજીત સાથે જોવા મળી રહ્યો છે અને ફેન્સને બંને વચ્ચેની વાઇબ પસંદ આવી રહી છે.
‘કલ્કિ 2898 AD’નું 'ભૈરવ એન્થમ' રિલીઝ થયું
‘કલ્કિ 2898 AD’થી રિલીઝ થયેલા આ 'ભૈરવ એન્થમ'માં પ્રભાસ પોતાની સ્ટાઈલથી ફેન્સનું દિલ જીતી રહ્યો છે, જ્યારે દિલજીત દોસાંઝ પણ પોતાનો પંજાબી સ્વેગ બતાવતો જોવા મળી રહ્યો છે. ફેન્સ આ ગીતના રિલીઝ થવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, જે તેમને નિરાશ નહીં કરે. આ ગીત ખરેખર અદભુત અને શાનદાર છે. ગીતની શરૂઆત ભૈરવની દમદાર એન્ટ્રી અને જબરદસ્ત એક્શન સિક્વન્સથી થાય છે. આ ગીત હાઇ એનર્જી એન્થમની ધુન તૈયાર કરે છે.
આ ગીતને રિલીઝ થતાની સાથે જ મળી રહ્યા છે જબરદસ્ત વ્યુઝ
જેમ જેમ ગીત આગળ વધે છે તેમ તેમ દિલજીત દોસાંજનો પંજાબી ટચ દર્શકોને ગીતનો ફેન બનાવી દે છે. થોડા કલાકો પહેલા રિલીઝ થયેલા આ ગીતના વીડિયોને અત્યાર સુધીમાં 70 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે, જે વધી રહ્યા છે. આ સિવાય ગીતના વીડિયોમાં મોટી સંખ્યામાં લાઈક્સ અને કોમેન્ટ્સ પણ જોઈ શકાય છે. જ્યાં ફેન્સ આ ગીતના ખૂબ વખાણ કરી રહ્યા છે. આ ગીતના લિરિક્સ કુમારે લખ્યા છે, જ્યારે ગીતનું સંગીત સંતોષ નારાયણન દ્વારા આપવામાં આવ્યું છે. હવે ફેન્સ ફિલ્મના રિલીઝની રાહ જોઈ રહ્યા છે.






