મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

Photos: કિયારા કાન્સમાં બતાવ્યો ચાર્મ, રેડ સી ફિલ્મ ફાઉન્ડેશનના ગાલા ડિનરમાં બાર્બી બની પહોંચી

બોલિવૂડની સુંદર અભિનેત્રી કિયારા અડવાણી આ દિવસોમાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2024માં પોતાનો ચાર્મ ફેલાવી રહી છે. કિયારાની ત

Photos: કિયારા કાન્સમાં બતાવ્યો ચાર્મ, રેડ સી ફિલ્મ ફાઉન્ડેશનના ગાલા ડિનરમાં બાર્બી બની પહોંચી

બોલિવૂડની સુંદર અભિનેત્રી કિયારા અડવાણી આ દિવસોમાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2024માં પોતાનો ચાર્મ ફેલાવી રહી છે. કિયારાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.  અભિનેત્રીએ રેડ સી ફિલ્મ ફાઉન્ડેશનના ગાલા ડિનરમાં હાજરી આપી હતી.  

ઉલ્લેખનીય છે કે, કિયારા અડવાણી પહેલીવાર કાન્સ 2024માં ભાગ લઈ રહી છે. કિયારા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલનો ભાગ બનીને ખૂબ જ ખુશ દેખાઈ રહી છે. આજે અભિનેત્રીએ 'વુમન ઇન સિનેમા'ના ગાલા ડિનરમાં હાજરી આપી હતી. આ દરમિયાન તે પિંક ગાઉનમાં જોવા મળી હતી.

કિયારા અડવાણીએ કાન્સ 2024માં  ડેબ્યૂ વિશે વાત કરતાં કહ્યું કે હું ખરેખર ખૂબ જ ખુબ છું. અને રેડ સી ફાઉન્ડેશન દ્વારા સન્માનિત છું પાપારાઝી સાથે વાત કરતી વખતે કિયારા અડવાણીએ કહ્યું, 'મારા માટે આ ખૂબ જ ખાસ ક્ષણ છે. આ વર્ષે બોલિવૂડમાં મારી કારકિર્દીને દસ વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે અને આ વર્ષે મેં પહેલીવાર કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લીધો છે. તે મારા માટે ગર્વની વાત છે.'

રેડ સી ફિલ્મ ફાઉન્ડેશન ઇવેન્ટ દરમિયાન કિયારા અડવાણી ઓફ-શોલ્ડર પિંક અને બ્લેક ગાઉનમાં જોવા મળી હતી. આ ગાઉન સિલ્કનો બનેલો હતો.  તેના ગાઉનની પાછળ એક મોટું ધનુષ હતું. પોતાના લુકને કમ્પ્લીટ કરવા માટે કિયારાએ તેના વાળનો ઉંચો બન બનાવ્યો હતો.

 
કિયારા અડવાણીને સિનેમામાં તેમના યોગદાન બદલ રેડ સી ફાઉન્ડેશન દ્વારા સન્માનિત કરવામાં આવી હતી. તેને આ સન્માન સિનેમામાં તેમના યોગદાન માટે આપવામાં આવ્યું છે. આ સન્માન મળ્યા બાદ કિયારા ખૂબ જ ખુશ દેખાઈ રહી હતી.

આ સમાચાર શેર કરો