ટ્રેનર-ડાયટિશિયન અફોર્ડ ન કરવાની વાત પર કો-એક્ટરે પરિણીતિને આપી હતી આવી સલાહ
પરિણીતિ ચોપરા ફિલ્મ 'અમર સિંહ ચમકીલા'નો ભાગ બનીને ચર્ચામાં આવી છે. તેના કામની સાથે તેના

પરિણીતિ ચોપરા ફિલ્મ 'અમર સિંહ ચમકીલા'નો ભાગ બનીને ચર્ચામાં આવી છે. તેના કામની સાથે તેના જીવન સાથે જોડાયેલી કેટલીક ન સાંભળેલી વાતો પણ સતત સામે આવી રહી છે. તાજેતરમાં, એક્ટ્રેસે એક પોડકાસ્ટ ટૉક દરમિયાન તેની કારકિર્દીના શરૂઆતના દિવસો વિશે ખુલીને વાત કરી હતી. એક્ટ્રેસે કહ્યું કે ફિટનેસ ટ્રેનર અને ડાયટિશિયન ન હોવાને કારણે સ્ટાર્સ તેને કેવી રીતે જજ કરતા હતા.
આ પણ વાંચોઃ સોનુ સૂદનું વોટ્સએપ એકાઉન્ટ થયું બંધ, કંપની પર નારાજગી વ્યક્ત કરતા કહ્યું...
પરિણીતિએ સંભળાવી આપવીતી
રાજ શમાનીના પોડકાસ્ટમાં પરિણીતિ ચોપરાએ તેના શરૂઆતના દિવસો વિશે જણાવ્યું હતું. એક્ટ્રેસે કહ્યું કે, તે સમયે તે વધુ કમાતી ન હતી. તેથી તે ફિટનેસ ટ્રેનર અને ડાયટિશિયન રાખી શકતી ન હતી. તે કહે છે કે, લોકો તેને ફિટનેસ ટ્રેનર અને ડાયટિશિયનની મદદથી તેનું ફિગર જાળવી રાખવાની સલાહ આપતા હતા. જેમને દર મહિને 2-2 લાખ રૂપિયાની ફી ચૂકવવી પડતી હતી. આગળ પરિણીતિ કહે છે કે, હું એક સામાન્ય બેકગ્રાઉન્ડમાંથી આવું છું અને જે લોકો બોલિવૂડને સમજતા હતા તેઓ મને ખૂબ જજ કરતા હતા.
આપવા લાગ્યા હતા પ્રોફેશન બદલવાની સલાહ
પરિણીતિએ કહ્યું કે, તેણે તેના એક કો-સ્ટારને કહ્યું કે તે એટલી કમાણી નથી કરતી કે ટ્રેનર અને ડાયટિશિયનને 4 લાખ રૂપિયા આપી શકે. તેને તેની પહેલી ફિલ્મ માટે 5 લાખ રૂપિયા મળ્યા હતા. આ સાંભળીને પરિણીતિને એવી સલાહ આપવામાં આવી હતી કે, જો તું આટલા ખર્ચ નથી કરી શકતા તો તારે આ પ્રોફેશનમાં આવવું જ નહોતું. પરિણીતિએ તે સમયને પણ યાદ કર્યો જ્યારે લોકો તેને સલાહ આપતા હતા કે, તેણે શું પહેરવું જોઈએ. આ તમામ બાબતો તેને ખૂબ જ અપમાનિત લાગતી હતી.






