મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

એકબીજાનો હાથ પકડીને બીચ પર ચાલતા જોવા મળ્યા પરિણીતિ-રાઘવ, માલદીવમાં સેલિબ્રેટ કરી 1st એનિવર્સરી

આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા અને બોલિવૂડ અભિનેત્રી પરિણીતિ ચોપરાના લગ્

એકબીજાનો હાથ પકડીને બીચ પર ચાલતા જોવા મળ્યા પરિણીતિ-રાઘવ, માલદીવમાં સેલિબ્રેટ કરી 1st એનિવર્સરી

આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા અને બોલિવૂડ અભિનેત્રી પરિણીતિ ચોપરાના લગ્નને એક વર્ષ થઈ ગયું છે. 24 સપ્ટેમ્બર, 2023ના રોજ, બંનેએ ઉદયપુરમાં ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા હતા. હવે લગ્નની પહેલી એનિવર્સરીએ બંને વેકેશન પર ગયા હતા. જ્યાં અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર ઝલક શેર કરી છે. આમાં બંને રોમેન્ટિક અંદાજમાં જોવા મળી રહ્યા છે.

પરિણીતિ ચોપરાએ ઇન્સ્ટાગ્રામ પર એક રીલ વીડિયો શેર કર્યો છે, જેમાં તે તેની પહેલી એનિવર્સરીની કેટલીક પળોનો આનંદ માણતી જોવા મળી રહી છે. ક્યારેક તે સાઇકલ ચલાવતી જોવા મળે છે તો ક્યારેક બીચ પર લટાર મારતી જોવા મળે છે. અભિનેત્રીએ રીલ શેર કરતી વખતે "તેરે હી હમ" ગીત યુઝ કર્યું હતું. કેપ્શનમાં હાર્ટ ઇમોજી પણ શેર કર્યું છે.

તમે તમારી પહેલી એનિવર્સરી ક્યાં ઉજવી?

પરિણીતિ ગયા મહિને તેના પતિ સાથે લગ્નની પહેલી એનિવર્સરી ઉજવવા માલદીવ ગઈ હતી. બંનેએ અહીં તેમની રજાઓ ખૂબ જ માણી હતી. આ દરમિયાન તેઓ એકબીજાનો હાથ પકડીને બીચ પર ચાલતા જોવા મળ્યા હતા. તેમણે માલદીવિયન ફૂડનો પણ ખૂબ આનંદ લીધો.

હૃદયપૂર્વક વખાણ

પરિણીતિએ પણ તેના પતિના વખાણ કર્યા હતા. તેણે લખ્યું, "મેં એક પરફેક્ટ જેન્ટલમેન, સ્ટુપિડ ફ્રેન્ડ, બેસ્ટ પાર્ટનર અને મેચ્યોર પતિ સાથે લગ્ન કર્યાં છે, ભગવાનનો આભાર. હું તમને ખૂબ પ્રેમ કરું છું, અમે કેમ વહેલા મળ્યા નહીં? હેપ્પી એનિવર્સરી રાઘવ ચઢ્ઢા, અમે એક છીએ."

લગ્ન ક્યાં હતા

ઉલ્લેખનીય છે કે, પરિણીતિ અને રાઘવે ગયા વર્ષે મે મહિનામાં સગાઈ કરી હતી. આ સગાઈ દિલ્હીમાં થઈ હતી. જ્યાં પ્રિયંકા ચોપરા સહિત ઘણા મહેમાનો આવ્યા હતા ત્યારબાદ બંનેએ 24 સપ્ટેમ્બર 2023ના રોજ ઉદયપુરની એક આલીશાન હોટલમાં લગ્ન કર્યા હતા.

આ સમાચાર શેર કરો