Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Paresh Rawal confirms sequel of Priyadarshan's movie

'ભાગમ ભાગ 2' બાદ વધુ એક જૂની ફિલ્મની સિક્વલ બનાવશે પ્રિયદર્શન, પરેશ રાવલે કર્યું કન્ફર્મ

Timeછેલ્લું અપડેટ : 01 Mar 2026
લાઇવ ટીવીGoogle News
'ભાગમ ભાગ 2' બાદ વધુ એક જૂની ફિલ્મની સિક્વલ બનાવશે પ્રિયદર્શન, પરેશ રાવલે કર્યું કન્ફર્મ
સોર્સ : GSTV

દર વર્ષે ઘણી જૂની ફિલ્મોની સિક્વલ રિલીઝ થાય છે, અને આ વર્ષે પણ ઘણી સિક્વલ આવવાની તૈયારીમાં છે. આમાં 'હેરા ફેરી 3', 'ભાગમ ભાગ 2', 'આવારાપણ 2', 'ગોલમાલ 5' અને 'ધમાલ 4' જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. 2006ની હિટ ફિલ્મ 'માલામાલ વીકલી' ના બીજા ભાગની પણ લાંબા સમયથી માંગ છે. છેલ્લા કેટલાક દિવસોથી પ્રિયદર્શનની 'માલામાલ વીકલી' ની સિક્વલ વિશે સમાચાર આવી રહ્યા છે. આ અટકળો વચ્ચે પરેશ રાવલે હવે સિક્વલ વિશે એક નિવેદન આપ્યું છે, જેનાથી ફિલ્મના ફેન્સ ખુશ થઈ ગયા છે. પરેશ રાવલે 'માલામાલ વીકલી 2'ની પુષ્ટિ કરી છે.

App Store

પ્રિયદર્શન દ્વારા દિગ્દર્શિત, 2006ની ફિલ્મ 'માલામાલ વીકલી' એક એવા ગામમાં સેટ હતી, જ્યાં એક વ્યક્તિને લોટરી લાગે છે અને દરેક વ્યક્તિ તેમાં ભાગ ઈચ્છે છે. આ ફિલ્મમાં સ્વર્ગસ્થ અભિનેતા ઓમ પુરી, રાજપાલ યાદવ, પરેશ રાવલ અને રિતેશ દેશમુખે અભિનય કર્યો હતો. લગભગ બે દાયકા પછી 'માલામાલ વીકલી' ની વાપસી થવાની છે. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં પરેશ રાવલે ખુલાસો કર્યો કે 2006માં આવેલી ફિલ્મ 'માલામાલ વીકલી' ની સિક્વલ પર કામ ચાલી રહ્યું છે.

પરેશ રાવલે આ વાત કહી

નિર્માતાઓ તરફથી 'માલામાલ વીકલી 2' ની સત્તાવાર જાહેરાતની રાહ જોવાઈ રહી છે. દરમિયાન પરેશ રાવલે (જેણે મૂળ ફિલ્મમાં લોટરી ટિકિટ વેચનારની ભૂમિકા ભજવી હતી) એક ઇન્ટરવ્યુમાં 'માલામાલ વીકલી' ની સિક્વલના અહેવાલોની પુષ્ટિ કરી હતી. સિક્વલ અંગે પરેશ રાવલે કહ્યું, "હા, તે સાચું છે. હું આ ફિલ્મ કરી રહ્યો છું." પરેશ રાવલે આપેલા પ્રતિભાવ પરથી સ્પષ્ટ થાય છે કે આ ફિલ્મની સિક્વલ પર કામ શરૂ થઈ ગયું છે.

'ભાગમ ભાગ 2' માં પણ જોવા મળશે પરેશ રાવલ

રસપ્રદ વાત એ છે કે, પ્રિયદર્શને 2012માં 'કમલ ધમાલ માલામાલ' નામની એક ફિલ્મનું દિગ્દર્શન કર્યું હતું, જેને 'માલામાલ વીકલી' ની રીબૂટ માનવામાં આવતી હતી. તેમાં પરેશ રાવલ, રાજપાલ યાદવ, ઓમ પુરી અને નાના પાટેકર કામ કર્યું હતું. દરમિયાન પરેશ રાવલ 'ભાગમ ભાગ 2' પર પણ કામ કરી રહ્યો છે, જે 2006 આવેલી ફિલ્મની સિક્વલ છે. આ આગામી ફિલ્મમાં ગોવિંદાની જગ્યાએ મનોજ બાજપેયીને કાસ્ટ કરવામાં આવ્યો છે.