Panchayat Season 3 / રિલીઝ થયાના બે અઠવાડિયામાં જ 'પંચાયત સિઝન 3' એ બનાવ્યો આ મોટો રેકોર્ડ
ધ વાયરલ ફીવરની વેબ સિરિઝ 'પંચાયત'ને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો છે. ગયા વર્ષે, તેની બીજ

ધ વાયરલ ફીવરની વેબ સિરિઝ 'પંચાયત'ને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો છે. ગયા વર્ષે, તેની બીજી સિઝનને ભારતના 54મા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં બેસ્ટ વેબ સિરીઝનો એવોર્ડ મળ્યો હતો. લોકોને તેની ત્રીજી સિઝન પણ ખૂબ પસંદ આવી રહી છે. વેબ સીરિઝ 28 મેથી એમેઝોન પ્રાઈમ વીડિયો પર સ્ટ્રીમ થઈ રહી છે. રિલીઝ થયાના માત્ર 14 દિવસમાં જ 'પંચાયતે' એક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.'પંચાયત સિઝન 3' બે અઠવાડિયામાં સૌથી વધુ જોવાયેલો ઈન્ડિયન ઓરીજનલ શો બની ગયો છે. આ સાથે, આ સિરિઝએ એમેઝોન પ્રાઈમ વીડિયોના ટોપ 3માં પોતાનું સ્થાન બનાવી લીધું છે. આ શો દેશ-વિદેશમાં ઘણા લોકોનો ફેવરિટ બની ગયો છે. IMDb પર તેનું રેટિંગ 9.0 છે.
આ ખાસ અવસરે એમેઝોન પ્રાઈમ વીડિયોના કન્ટેન્ટ લાઇસન્સિંગ ડિરેક્ટર મનીષ મેંઘાણીએ જણાવ્યું હતું કે પંચાયતની ત્રીજી સિઝને સ્ટ્રીમિંગની દુનિયામાં બેન્ચમાર્ક સ્થાપિત કર્યો છે. આ સિરીઝને દુનિયાભરમાં ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. તેમના મતે, આ વેબ સિરીઝમાં ગામને ખૂબ જ સુંદર રીતે બતાવવામાં આવ્યું છે જેણે દર્શકોનું ધ્યાન ખેંચ્યું છે.
મનીષ મેંઘાણીએ જણાવ્યું કે તેની સાથે ટીવીએફની આ સફર સફળ રહી છે. આ સાથે તેણે એ પણ જણાવ્યું કે મનોરંજન ઉપરાંત તે ભારતની અલગ અલગ જગ્યાઓ પણ બતાવવા માંગે છે. તે ખૂબ જ ખુશ છે કે 'પંચાયત' દ્વારા ભારતીય કન્ટેન્ટને વૈશ્વિક લોકપ્રિયતા મળી રહી છે.
ધ વાયરલ ફીવરના પ્રેસિડેન્ટે શું કહ્યું?
ધ વાયરલ ફીવરના પ્રેસિડેન્ટ વિજય કોષીએ પોતાનો અનુભવ શેર કરતા કહ્યું કે એમેઝોન પ્રાઈમ વીડિયો સાથેની તેમની સફર અદ્ભુત હતી. તેના મતે, 'પંચાયત' ધ વાઈરલ ફીવર અને એમેઝોન પ્રાઈમ વિડિયો વચ્ચેની પાર્ટનરશિપને સંપૂર્ણ રીતે દર્શાવે છે અને આ સંબંધની સુંદરતાને કારણે જ આ શો દર્શકોમાં લોકપ્રિય બન્યો છે. આ સિવાય તેણે વેબ સિરીઝની કાસ્ટ અને ક્રૂનો પણ આભાર માન્યો છે. 'પંચાયત'ની ત્રીજી સિઝનની વાર્તા વિશે વાત કરીએ તો, તે ફૂલેરા ગામમાં રહેતા લોકોની આસપાસ ફરે છે. કોમેડીની સાથે તેમાં રાજનીતિનો સ્વાદ પણ ઉમેરાયો છે. તેને ભારત સિવાય અન્ય ઘણા દેશોમાં રિલીઝ કરવામાં આવી છે.






