મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

ટાઈટેનિકના ઓસ્કાર વિનિંગ નિર્માતા જોન લેન્ડાઉનું 63 વર્ષની ઉંમરે નિધન, કેન્સર સામે હાર્યા જંગ

'ટાઈટેનિક' અને 'અવતાર' જેવી ઐતિહાસિક ફિલ્મોના નિર્માતા જોન લેન્ડોનું 63 વર્ષની વયે લોસ એન્જલસમાં નિધન થય

ટાઈટેનિકના ઓસ્કાર વિનિંગ નિર્માતા જોન લેન્ડાઉનું 63 વર્ષની ઉંમરે નિધન, કેન્સર સામે હાર્યા જંગ

'ટાઈટેનિક' અને 'અવતાર' જેવી ઐતિહાસિક ફિલ્મોના નિર્માતા જોન લેન્ડોનું 63 વર્ષની વયે લોસ એન્જલસમાં નિધન થયું છે. 90ના દાયકામાં લેન્ડોએ ફિચર ફિલ્મ પ્રોડક્શન કંપની ટ્વેન્ટીએથ સેન્ચુરી ફોક્સના વાઈસ પ્રેસિડેન્ટ તરીકે ઉત્તમ ફિલ્મો આપી હતી. વર્ષ 1998માં ટાઈટેનિક ફિલ્મ માટે જેમ્સ કેમરુન અને જોન લેન્ડોને બેસ્ટ પિક્ચર કેટેગરીમાં ઓસ્કર એવોર્ડ મળ્યો હતો. નોંધનીય છે કે, લેન્ડો છેલ્લા ઘણા સમયથી કેન્સરથી પીડાતા હતા.

'ટાઈટેનિક' અને 'અવતાર' સહિતની વિશ્વની સૌથી વધુ કમાણી કરનારી કેટલીક ફિલ્મોના ઓસ્કાર વિજેતા નિર્માતા છે જોન લેન્ડો. તે લાંબા સમયથી ફિલ્મ નિર્માતા જેમ્સ કેમેરોનના પ્રોડ્યુસિંગ પાર્ટનર હતા. તેની બહેન ટીનાએ સોશિયલ મીડિયા પર તેના મૃત્યુની પુષ્ટિ કરી હતી. લેન્ડો હોલીવુડના નિર્માતા એલી અને એડી લેન્ડોના પુત્ર હતા અને થોડા સમય માટે ફિલ્મ પ્રોડક્શન કંપની ટ્વેન્ટીએથ સેન્ચ્યુરી ફોક્સમાં એક્ઝિક્યુટિવ હતા, જેમાં 'ધ લાસ્ટ ઓફ ધ મોહિકન્સ' અને 'ડાઇ હાર્ડ 2' સહિતની ફિલ્મોની દેખરેખ હતી.

કેમેરોનની સાથે, તેણે 1997ની હિટ 'ટાઈટેનિક' બનાવવામાં મદદ કરી, જે વૈશ્વિક બોક્સ ઓફિસ પર એક બિલિયન ડોલરની કમાણી કરનાર પ્રથમ ફિલ્મ હતી. બાદમાં 2009માં 'અવતાર' અને 2022માં તેની સિક્વલ 'અવતાર: ધ વે ઓફ વોટર' જેવી હીટ ફિલ્મો રિલીઝ થઈ હતી, જેણે 'ટાઈટેનિક'નો રેકોર્ડ તોડ્યો હતો.

આ સમાચાર શેર કરો