સલમાન ખાનના ઘરે ફાયરિંગના આરોપીનું મોત, પોલીસ લોકઅપમાં લગાવી હતી ફાંસી
એક્ટર સલમાન ખાનના ઘરે ફાયરિંગ કેસમાં ધરપકડ કરાયેલા આરોપી અનુજ થાપને પોલીસ કસ્ટડીમાં આત્મહત્યા

એક્ટર સલમાન ખાનના ઘરે ફાયરિંગ કેસમાં ધરપકડ કરાયેલા આરોપી અનુજ થાપને પોલીસ કસ્ટડીમાં આત્મહત્યા કરી લીધી છે. તે મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડીમાં હતો. તેણે લોકઅપમાં હાજર ચાદર સાથે ગળેફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો હતો. આ ઘટના બાદ મુંબઈ પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપીનું પોસ્ટમોર્ટમ જે. જે. હોસ્પિટલમાં કરવામાં આવશે.
આ પણ વાંચોઃ રણબીર કપૂરની ફૂટબોલ ટીમ ફાઈનલમાં પહોંચી, પત્ની આલિયા સાથે સ્ટેડિયમ પહોંચ્યો
ટોયલેટમાં બેડશીટથી લગાવી લીધી ફાંસી
મુંબઈ પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર અનુજ થાપન મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડીમાં હતો. તેણે ટોયલેટમાં બેડશીટના ટુકડાથી ફંદો બનાવીને આત્મહત્યા કરી લીધી. આ વાતની જાણ થતાં તેને બપોરે 12:30 વાગ્યે જી. ટી. હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો છે. પોલીસ કસ્ટડીમાં મૃત્યુના આ મામલામાં આઝાદ મેદાન પોલીસ સ્ટેશને એડીઆર નોંધીને તપાસ શરૂ કરી છે. સૂત્રોનું કહેવું છે કે, આ મામલાની ગંભીરતાને જોતા સીઆઈડીને તપાસ સોંપવામાં આવી શકે છે.
લોરેન્સ બિશ્નોઈ ગેંગનો સક્રિય સભ્ય!
પોલીસ સૂત્રોનું કહેવું છે કે, અનુજ થાપન લોરેન્સ બિશ્નોઈ ગેંગનો સક્રિય સભ્ય હતો. તેણે લોરેન્સ બિશ્નોઈની સૂચના પર સાગર પાલ અને વિકી ગુપ્તાને પિસ્તોલ અને 40 કારતુસ સપ્લાય કર્યા હતા. તેની સાથે તેઓ મુંબઈ પહોંચ્યા અને 14 એપ્રિલે એક્ટર સલમાન ખાનના બાંદ્રા સ્થિત ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું. આ બંને આરોપીઓ બાદમાં ગુજરાતના સુરતમાંથી ઝડપાયા હતા.
પંજાબથી તેની ધરપકડ કરીને લાવી હતી પોલીસ
તેની પૂછપરછ બાદ સોનુ ચંદર અને અનુજ થાપનના નામ સામે આવ્યા હતા. જે બાદ મુંબઈ પોલીસે દરોડા પાડીને પંજાબમાંથી તેની ધરપકડ કરી હતી. ત્યારથી બંને આરોપીઓ મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડીમાં હતા. જ્યાં પોલીસે બંને પાસેથી હથિયારોના સ્ત્રોત અને સમગ્ર ક્રાઈમ સિન્ડિકેટ શોધવાનો પ્રયાસ કર્યો હતો.








