મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

યામી ગૌતમના જન્મદિવસ પર પતિ આદિત્યએ શેર કર્યો પુત્રનો પહેલો ફોટો, કેપ્શનમાં લખી આ વાત

યામી ગૌતમે ગઈકાલે તેનો 36મો જન્મદિવસ ઉજવ્યો. આ અવસર પર અભિનેત્રીના પતિ આદિત્ય ધરે ફેન્સન

યામી ગૌતમના જન્મદિવસ પર પતિ આદિત્યએ શેર કર્યો પુત્રનો પહેલો ફોટો, કેપ્શનમાં લખી આ વાત

યામી ગૌતમે ગઈકાલે તેનો 36મો જન્મદિવસ ઉજવ્યો. આ અવસર પર અભિનેત્રીના પતિ આદિત્ય ધરે ફેન્સને મોટું સરપ્રાઈઝ આપ્યું હતું. આદિત્યએ યામીના જન્મદિવસ પર અભિનેત્રી સાથે પુત્રનો પહેલો ફોટો શેર કર્યો છે. આ સાથે આદિત્યએ પત્નીના નામે એક ખાસ મેસેજ પણ લખ્યો હતો.

આ પણ વાંચો: ઐશ્વર્યા રાયે પોતાના નામમાંથી બચ્ચન સરનેમ કેમ હટાવી? જાણો શું છે કારણ

યામી ગૌતમના પુત્રની પ્રથમ ઝલક

યામી ગૌતમના 36મા જન્મદિવસ પર પતિ આદિત્ય ધરે તેને ખાસ રીતે શુભેચ્છા પાઠવી હતી. આદિત્યએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પત્ની યામીના ત્રણ ફોટો શેર કર્યા હતા. પ્રથમ ફોટોમાં અભિનેત્રી બ્લેક ડ્રેસ પહેરીને કોફીની મજા લેતી જોવા મળે છે. બીજા ફોટોમાંમાં અભિનેત્રી ટી-શર્ટ અને ટ્રાઉઝર પહેરીને તળાવ પાસે મસ્તી કરતી જોવા મળે છે. ત્રીજો ફોટો ખૂબ જ ખાસ છે. ત્રીજા ફોટોમાં યામી તેના પુત્ર વેદાવિદને તેડીને ઉભી છે. આ ફોટોમાં યામી ખૂબ જ ખુશ દેખાઈ રહી છે પરંતુ ફોરોમાં વેદાવિદનો ચહેરો નથી બતાવ્યો. આ સુંદર ફોટો શેર કરતી વખતે, આદિત્યએ કેપ્શનમાં લખ્યું છે, “મારી બેટર હાફને જન્મદિવસની શુભેચ્છાઓ!! લાવ યુ, વેદુની મમ્મી!”

મેરેજ એનિવર્સરી પર પણ વરસાવ્યો હતો પ્રેમ

અગાઉ, તેની મેરેજ એનિવર્સરી પર, યામીએ તેના પતિ સાથેની કેટલીક સુંદર યાદો શેર કરી હતી અને લખ્યું હતું કે, "હેપ્પીએસ્ટ 3." જ્યારે આદિત્ય ધરે તેમની મેરેજ એનિવર્સરી માટે એક પોસ્ટ શેર કરી છે જેમાં યામીનો એક ફોટો છે. અને અન્ય બે કપલ ફોટો છે, આ ફોટો સાથે તેણે લખ્યું, "પ્રિય યામી, તું મારા માટે વિશ્વની સૌથી સુંદર સ્ત્રી હતી, છે અને હંમેશા રહીશ! હેપ્પી એનિવર્સરી માય લવ!”

આદિત્ય અને યામીએ મે મહિનામાં તેમના પુત્રનું સ્વાગત કર્યું હતું

મે મહિનામાં, કપલે એક પોસ્ટ સાથે તેમના પુત્ર, વેદાવિદના જન્મની જાણકારી આપી હતી. તેમણે ભગવાન કૃષ્ણના ખોળામાં એક બાળકનો ફોટો શેર કર્યો હતો અને લખ્યું હતું કે, “અમને અક્ષય તૃતીયાના શુભ દિવસે તેના જન્મથી અમને ગર્વ અનુભવનારા અમારા પ્રિય પુત્ર વેદાવિદના સ્વાગતની જાહેરાત કરતાં ઉત્સાહિત છીએ. કૃપા કરીને તેને આશીર્વાદ અને પ્રેમ આપો."

આ સમાચાર શેર કરો