મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

VIDEO / નુસરત ભરૂચાએ થારમાં કર્યું ડ્રિફ્ટિંગ અને ઓફ-રોડ ડ્રાઈવિંગ, લોકોને આપી આ સલાહ

નુસરત ભરૂચા એ બોલીવુડની પ્ર્ખ્યાતાભીનેત્રી છે, તે પોતાની કાર પોતે ચલાવવાનું પસંદ કરે છે, તે ઘણી

VIDEO /  નુસરત ભરૂચાએ થારમાં કર્યું ડ્રિફ્ટિંગ અને ઓફ-રોડ ડ્રાઈવિંગ, લોકોને આપી આ સલાહ

નુસરત ભરૂચા એ બોલીવુડની પ્ર્ખ્યાતાભીનેત્રી છે, તે પોતાની કાર પોતે ચલાવવાનું પસંદ કરે છે, તે ઘણી વખત એસયુવી સાથે જોવા મળી છે. હવે તેનો એક નવો વીડિયો સામે આવ્યો છે જેમાં અભિનેત્રી તેની મહિન્દ્રા થારમાં ડ્રિફ્ટ સ્ટાઇલ ડ્રાઈવિંગ કરતી જોવા મળે છે.

આ વીડિયો નુસરતે તેના ઈન્સ્ટાગ્રામ પેજ પર શેર કર્યો છે. આ વીડિયોમાં, નુસરતને ડોનટ (ડ્રિફ્ટ સ્ટાઇલ ડ્રાઈવિંગ) કેવી રીતે બનાવવું તે અંગે અનુભવી ડ્રાઈવર દ્વારા આપવામાં આવેલી સૂચનાઓને અનુસરતી જોઈ શકાય છે. તે સૂચનાઓને ધ્યાનથી સાંભળે છે અને તેનું પાલન કરે છે. તમે અભિનેત્રીને કોઈપણ સમસ્યા વિના ડોનટ્સ પરફોર્મ કરતી જોઈ શકો છો.

અભિનેત્રીએ ઘાસવાળી ટેકરી પર થોડાક રાઉન્ડ ફર્યા અને પછી ઓફ રોડ ડ્રાઈવિંગ કર્યું. વીડિયોમાં તેને બોલતા સાંભળી શકાય છે કે, તે ઓફ-રોડ ટ્રેક પર હતી અને તે અને તેની SUV આમ કરવા માટે પૂરતી સક્ષમ છે કે કેમ તે જોવા માટે તે તમામ અવરોધોને પાર કરવાનો અને પ્રયાસ કરશે. વીડિયોમાં તમે નુસરતને આ બધા અવરોધ પાર કરતા જોઈ શકો છો.

આ વીડિયોના કમેન્ટ સેકશનમાં અભિનેત્રીને પ્રકૃતિના વિનાશ માટે દોષિત ઠેરવતી ઘણી નેગેટિવ કમેન્ટ વાંચી શકાય છે. કેપ્શનમાં નુસરતે લખ્યું, “ડિસ્ક્લેમર!!! આ ડોનટ્સ 65 એકરમાં ફેલાયેલી ખાનગી ઓફ-રોડ ટ્રેનીંગ ફેસીલીટી પર કરવામાં આવી હતી, જેમાં માત્ર એક એકર ઓફરોડિંગ માટે રાખવામાં આવ્યું છે. આ મેદાનો આ હેતુ માટે જાળવવામાં આવે છે અને સંરક્ષણ માટે ઘણા પ્રયત્નો કરવામાં આવે છે. જાહેર મેદાન પર આવું ન કરો." તેણે એ પણ ઉલ્લેખ કર્યો છે કે તેની પાસે આ મિલકત પર આ સ્ટંટ કરવાની પરવાનગી હતી અને જાહેર રસ્તાઓ અને મિલકતો પર આવા સ્ટંટ કરવા એ ગુનો છે. 

આ સમાચાર શેર કરો