‘ઈન્ડસ્ટ્રી મચ્છી બજાર બની ગઈ છે’, 3 વર્ષથી કામ ન મળતા જાણીતી એક્ટ્રેસે સંભળાવી આપવીતી
આહાના કુમરા ટીવી, ફિલ્મો અને ઓટીટીમાં જાણીતું નામ છે. અમ

આહાના કુમરા ટીવી, ફિલ્મો અને ઓટીટીમાં જાણીતું નામ છે. અમિતાભ બચ્ચન સાથે ટીવી શો ‘યુદ્ધ’ અને ‘લિપસ્ટિક અંડર માય બુરખા’ જેવી ફિલ્મોથી ચર્ચામાં આવેલી આહાના છેલ્લે 2022માં મધુર ભંડારકરની ફિલ્મ ‘ઈન્ડિયા લૉકડાઉન’માં જોવા મળી હતી. હવે અભિનેત્રીએ છેલ્લા ત્રણ વર્ષથી કામ ન મળવા અંગે ખુલાસો કર્યો છે. એક વાતચીતમાં એક્ટ્રેસે કહ્યું કે, મને હવેથી શૉ ઓફર કરવામાં આવી રહ્યા નથી. મને ત્રણ વર્ષથી વધુ સમયથી કોઈ ઓફર મળી નથી.
મેકર્સ શોધે છે ઓછા રૂપિયા લે એવા કલાકાર
14 વેબ સીરિઝ, 8 ફિલ્મો અને 4 ટીવી શો કરી ચૂકેલી એક્ટ્રેસે આગળ કહ્યું કે, હું ઓટીટી પર ઘણું કામ કરતી હતી, પરંતુ આટલા વર્ષોથી કંઈ કર્યું નથી. બધા નિર્માતાઓ હવે એવા સ્ટારને કાસ્ટ કરવા માગે છે જે ઓછા રૂપિયામાં કામ કરી શકે, હવે હું કમાણી માટે અન્ય વિકલ્પો જોઈ રહી છું.
ઈન્ડસ્ટ્રી બની ગઈ છે મચ્છી બજાર
આહાનાએ કહ્યું કે, મારે ઘર ચલાવવાનું છે. હું કંઈક બીજું કરવાનો પ્રયાસ કરી રહી છું. ત્રણ વર્ષથી વધુ સમય થઈ ગયો છે, મને કામ માટે ફોન પણ આવ્યો નથી. તે કહે છે કે, સાચું કહું તો લાંબા સમયથી 'સારી એક્ટ્રેસ’નું ટેગ સંભાળી રહી છું હવે હું થાકી ગઈ છું. જ્યારે કોઈ તમને કામ ન આપે ત્યારે તેનો શું ઉપયોગ? આ ઈન્ડસ્ટ્રી મચ્છી બજાર જેવી બની ગઈ છે. હવે નિર્માતાઓ એ વિચારીને આગળ વધે છે કે તેઓ જ્યાંથી સસ્તી હશે ત્યાંથી ખરીદી કરશે.
આહાના કુમરાએ જણાવ્યું કે, તેણે હાલમાં જ પોતાનું પ્રોડક્શન હાઉસ શરૂ કર્યું છે, જ્યાં તે નવા કન્ટેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરશે, જેથી તે તેના બિલ ચૂકવી શકે.






