મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

VIDEO: નીતા અંબાણીએ અનંત-રાધિકાના રિસેપ્શન દરમિયાન મીડિયાની માફી માગી, 'આ લગ્નનું ઘર છે...'

શુક્રવારે, 12 જુલાઈના રોજ અનંત-રાધિકા લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. ત્યારબાદ 14 જુલાઈ, રવિવાર

VIDEO: નીતા અંબાણીએ અનંત-રાધિકાના રિસેપ્શન દરમિયાન મીડિયાની માફી માગી, 'આ લગ્નનું ઘર છે...'

શુક્રવારે, 12 જુલાઈના રોજ અનંત-રાધિકા લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. ત્યારબાદ 14 જુલાઈ, રવિવારે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના ભવ્ય સ્વાગતનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં સ્ટાર્સ અને મોટા મહેમાનો આવ્યા હતા. સોશિયલ મીડિયા પર દરેકના ફોટો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. આ દરમિયાન અનંત અંબાણીની માતા નીતા અંબાણીનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં 59 વર્ષનાં નીતા અંબાણી હેવી વર્કવાળી પિંક સાડીમાં જોવા મળ્યાં હતાં. તેમણે વાળ બાંધ્યા હતાં અને વાળમાં ગજરો પહેર્યા હતો. તેઓ મિનિમલ મેકઅપમાં પણ જોવા મળ્યાં હતાં. આ સિવાય તેમણે ગળામાં મલ્ટી-લેયર ડાયમંડ નેકલેસ પહેર્યો હતો, જેની સાથે તેણે મેચિંગ ઈયરિંગ્સ અને બ્રેસલેટ પહેર્યા હતા. નીતા અંબાણી લાલ અને ગુલાબી રંગની સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહ્યાં હતાં. વીડિયોમાં તેઓ પાપારાઝી સાથે વાત કરતાં જોવા મળી રહ્યાં છે.

નીતા અંબાણીએ માન્યો મીડિયાનો આભાર

વાયરલ વીડિયોમાં નીતા અંબાણી ત્યાં હાજર તમામ પાપારાઝી અને મીડિયાનો દિલથી આભાર માનતા જોવા મળે છે. નીતા અંબાણી કહે છે, 'નમસ્તે-નમસ્તે... તમે લોકો મારા અનંત-રાધિકાના લગ્ન માટે ઘણા દિવસોથી આવ્યા છો. તેથી, હું તમારા બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું. આ લગ્નનું ઘર છે અને તમે પણ આ ઉજવણીના સહભાગી છો. તમારી ધીરજ અને સમર્થન બદલ આભાર અને જો કોઈ ભૂલ થઈ ગઈ હોય તો આ લગ્નનું ઘર છે તો મને માફ કરી દેજો. આવતીકાલ માટે તમને બધાને આમંત્રણ મળી ગયા હશે તો આવતીકાલે તમારે બધાએ અમારા મહેમાન બનીને આવવાનું છે અને અમે તમારું સ્વાગત કરીએ છે. તમે બધા તમારા પરિવાર સાથે આવો. એકવખત ફરીથી તમારા બધાનો આભાર.’

નીતા અંબાણીના ખૂબ વખાણ કરી રહ્યા છે યુઝર્સ 

આ વીડિયો જોયા બાદ યુઝર્સ તેમના ખૂબ વખાણ કરી રહ્યા છે. યુઝર્સનું કહેવું છે કે, નીતા અંબાણી ખૂબ જ શાંત છે. આ ઉપરાંત યુઝર્સ તેમના આજના લુકના પણ વખાણ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, અનંત-રાધિકાના લગ્નના ફંક્શન ઘણા સમયથી ચાલી રહ્યા છે. બંનેએ 12 જુલાઈના રોજ Jio વર્લ્ડ સેન્ટરમાં સાત ફેરા લીધા હતા. આ પછી બંનેના શુભ આશીર્વાદની વિધિ થઈ. તેમના લગ્નમાં દેશ-વિદેશના મહેમાનો આવ્યા હતા, જેમાં રાજકારણ, ક્રિકેટ, હિન્દી સિનેમા અને સાઉથ સિનેમાના સ્ટાર્સ સામેલ હતા.

આ સમાચાર શેર કરો