આ એક્ટ્રેસને ડેટ કરી રહ્યો છે અભિષેક બચ્ચન, સમાચાર વાયરલ થતા અભિનેત્રીની પાછળ પડ્યા ટ્રોલર્સ
બોલિવૂડ સ્ટાર કપલ અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચનના લગ્નજીવ

બોલિવૂડ સ્ટાર કપલ અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચનના લગ્નજીવનમાં ખટાશના સમાચાર ઘણા સમયથી સામે આવી રહ્યા છે. એવા પણ અહેવાલો છે કે, અભિષેક અને ઐશ્વર્યા હવે અલગ થવાનું વિચારી રહ્યા છે. બંનેના છૂટાછેડા થયા નથી, પરંતુ હવે તેઓ મોટાભાગનો સમય એકબીજાથી અલગ વિતાવે છે.
આ દરમિયાન આ મામલે કેટલાક નવા સમાચાર પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. સમાચારોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે અભિષેક બચ્ચન અભિનેત્રી નિમરત કૌરને ડેટ કરી રહ્યો છે. તેમના રિલેશનશિપના સમાચાર આવ્યા બાદ નિમરતની મુશ્કેલીઓ વધી ગઈ છે.
સોશિયલ મીડિયા પર ટ્રોલર્સનો શિકાર બની નિમરત કૌર
અભિષેક બચ્ચન સાથેના અફેરના સમાચારોને કારણે નિમરત કૌરની મુશ્કેલીઓ ઘણી વધી ગઈ છે. આ કારણે ટ્રોલર્સ તેને નિશાન બનાવી રહ્યા છે. નિમરતના વીડિયો પર એક યુઝરે લખ્યું, 'શું તમે ખરેખર અભિષેકને ડેટ કરી રહ્યાં છો, જો તે સાચું છે તો તે ખૂબ જ નિરાશાજનક છે.' અન્ય એક યુઝરે લખ્યું, 'શું તમે બચ્ચન પરિવારની વહુ બનવાનું સપનું જોઈ રહ્યા છો?' અન્ય એક યુઝરે લખ્યું કે, 'મોટા સપના જોવા સારી વાત છે, પરંતુ પરિવાર તોડવો યોગ્ય નથી.' નિમરત કૌરના વીડિયો પર યુઝર્સ તરફથી આવી જ ઘણી કોમેન્ટ્સ સામે આવી છે.
જે પછી ફેન્સને આશા છે કે, નિમરત જલ્દી જ અભિષેક સાથેના અફેરના સમાચાર પર મૌન તોડી શકે છે. ઉલ્લેખનીય છે કે, અભિષેક બચ્ચન અને નિમરત કૌર દસવીન ફિલ્મમાં સાથે જોવા મળ્યા હતા. ફેન્સને તેમની સાથેની ફિલ્મ ઘણી પસંદ આવી હતી.






