પ્રિયંકા ચોપરા સાથે લગ્ન બાદ પહેલી વખત નિક જોનાસે 'નેશનલ જીજુ' કહેવા પર આપી પ્રતિક્રિયા, કહ્યું...
જ્યારે લોકપ્રિય અમેરિકન સિંગર અને એક્ટર નિક જોનાસે બોલિવૂડ અભિનેત્રી પ્રિય

જ્યારે લોકપ્રિય અમેરિકન સિંગર અને એક્ટર નિક જોનાસે બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા સાથે લગ્ન કર્યા, ત્યારે ભારતીય ફેન્સ તેમને જીજુ કહેવા લાગ્યા. નિક જોનાસ તમામ ભારતીય ફેન્સનો 'નેશનલ જીજુ' બની ગયો. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં નિક જોનાસે આ વિશે વાત કરી અને જણાવ્યું કે ફેન્સ તેને 'નેશનલ જીજુ' કેમ કહે છે અને તે કેવું અનુભવ કરે છે. નિક જોનાસે જીમી ફેલોનના 'ધ ટુનાઈટ શો'માં કહ્યું કે, જ્યારે તેણે પ્રિયંકા ચોપરા સાથે લગ્ન કર્યા ત્યારે જ નેશનલ જીજુ હેશટેગ બની ગયો હતો. નિક અને પ્રિયંકાએ 1 ડિસેમ્બર, 2018ના રોજ લગ્ન કર્યા હતા. તેમની એક દીકરી પણ છે.
નિક જોનાસે પોતાને 'નેશનલ જીજુ' ગણાવતા કહ્યું...
નિક જોનાસે 'નેશનલ જીજુ'ના ટેગ પર કહ્યું, 'જેમ કે તમે જાણો છો કે, મેં પ્રિયંકા સાથે લગ્ન કર્યા છે. આ હેશટેગ ત્યારે શરૂ થયું જ્યારે અમે લગ્ન કર્યા. હું 'નેશનલ જીજુ' હતો. જીજુ એટલે મોટી બહેનનો પતિ, તેથી હું ભારતનો મોટો ભાઈ છું. શોના હોસ્ટે ભારતમાં જોનાસ બ્રધર્સના કોન્સર્ટમાંથી એક ક્લિપ પણ વગાડી હતી, જેમાં જો જોનાસ અને કેવિન જોનાસે તેને 'જીજુ' તરીકે રજૂ કર્યો હતો.
ભારત અને તેની સંસ્કૃતિને પ્રેમ કરે છે નિક જોનાસ
પ્રિયંકા અને નિક જોનાસની દીકરીનું નામ માલતી મેરી ચોપરા જોનાસ છે અને તેનો જન્મ સરોગસી દ્વારા થયો હતો. નિક જોનાસ ઘણી વખત ભારતની મુલાકાતે આવ્યો છે, અને તે અહીંના લોકોને ખૂબ પ્રેમ કરે છે. પ્રિયંકા વિદેશમાં રહેતી હોવા છતાં, તે નિક સાથે તમામ ભારતીય તહેવારો અને ધાર્મિક વિધિઓમાં ભાગ લે છે. હાલમાં જ નિક જોનાસ અને પ્રિયંકા ચોપરા મુકેશ અંબાણીના દીકરા અનંતના લગ્નમાં હાજરી આપવા ભારત આવ્યા હતા.






