મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

VIDEO: ફરી એક વખત કેમેરામાં કેદ થઈ કંગના-ચિરાગની દોસ્તી, પહેલા ગળે મળ્યા અને પછી તાળી પાડી

કંગના રણૌત લોકસભા ચૂંટણી 2024માં હિમાચલ પ્રદેશના મંડીથી સાંસદ

VIDEO: ફરી એક વખત કેમેરામાં કેદ થઈ કંગના-ચિરાગની દોસ્તી, પહેલા ગળે મળ્યા અને પછી તાળી પાડી

કંગના રણૌત લોકસભા ચૂંટણી 2024માં હિમાચલ પ્રદેશના મંડીથી સાંસદ તરીકે ચૂંટાયા બાદ ચર્ચામાં છે. બીજી તરફ, અભિનેતામાંથી રાજકારણી બનેલા ચિરાગ પાસવાન પણ સંસદમાં લાઇમલાઇટ મેળવવામાં કોઈ કસર છોડી રહ્યા નથી. કંગના રણૌત અને ચિરાગ પાસવાન બંને ફિલ્મી દુનિયા સાથે જોડાયેલા છે અને સારો બોન્ડ શેર કરે છે. જેની ઝલક ફરી એકવાર સંસદની બહાર જોવા મળી છે. કંગના રણૌત અને ચિરાગ પાસવાનની વર્ષો જૂની મિત્રતા અને કેમિસ્ટ્રીનો એક નવો વીડિયો સંસદની બહારથી વાયરલ થઈ રહ્યો છે.

ફરી જોવા મળી કંગના અને ચિરાગની કેમેસ્ટ્રી

સોશિયલ મીડિયા પર કંગના રણૌત અને ચિરાગ પાસવાન વચ્ચેની મિત્રતાની ક્લિપ વાયરલ થઈ રહી છે. તે જોઈ શકાય છે કે, કંગના રણૌત અને ચિરાગ પાસવાન સંસદની બહાર મળ્યા હતા. જ્યાં એકબીજાને જોયા બાદ કંગના અને ચિરાગ તરત જ એકબીજાને ગળે મળ્યા. પછી તેઓ એકબીજા સાથે વાત કરવા લાગ્યા. વાત કરતી વખતે, કંગના અને ચિરાગ પાછળ જુએ છે અને પછી હસતા-હસતા એકબીજાના હાથમાં તાળી પાડે છે અને સંસદની અંદર જાય છે.

કંગના રણૌત અને ચિરાગ પાસવાને કર્યું છે સાથે કામ

ઉલ્લેખનીય છે કે, દિવંગત રાજનેતા રામવિલાસ પાસવાનના દીકરા ચિરાગ પાસવાને વર્ષ 2011માં એક્ટિંગથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. ચિરાગ પાસવાનની પહેલી ફિલ્મ 'મિલે ના મિલે હમ' હતી, જેમાં કંગના રણૌત મુખ્ય અભિનેત્રી હતી. ચિરાગ અને કંગના ઉપરાંત પંજાબી અભિનેત્રી નીરુ બાજવા અને ‘ચક દે ઈન્ડિયા’ સ્ટાર સાગરિકા ઘાટકે પણ 'મિલે ના મિલે હમ'માં જોવા મળી હતી. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી નહોતી.

આ સમાચાર શેર કરો