અલ્લુ અર્જુનની ફિલ્મ 'પુષ્પા 2 ધ: રુલ'ની નવી ડેટ જાહેર, હવે આ તારીખે થશે રિલીઝ
અલ્લુ અર્જુન સ્ટારર ફિલ્મ 'પુષ્પા 2 ધ: રુલ'ની નવી રિલીઝ ડેટ જાહેર કરી દેવામાં આવી છે. 6 ડિસેમ્બરે સિનેમ

અલ્લુ અર્જુન સ્ટારર ફિલ્મ 'પુષ્પા 2 ધ: રુલ'ની નવી રિલીઝ ડેટ જાહેર કરી દેવામાં આવી છે. 6 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. તમને જણાવી દઈએ કે, અગાઉ 15 ઓગસ્ટે રિલીઝ થવાની હતી.
ફિલ્મના નિર્માતાઓએ તેમના સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નવી રિલીઝ તારીખની જાહેરાત કરી છે. આ સાથે તેણે ફિલ્મ મોકૂફ રાખવાનું કારણ પણ શેર કર્યું છે. ફિલ્મ પૂર્ણ કરવા માટે વધુ સમયની જરૂર છે.
અલ્લુ અર્જુન, રશ્મિકા અને ફહાદ મુખ્ય ભૂમિકામાં
પુષ્પા 2-ધ રૂલ વિશ્વભરના સિનેમા સ્ક્રીન પર ઘણી ભાષાઓમાં રિલીઝ થશે. માયથ્રી મૂવી મેકર્સ દ્વારા નિર્મિત, સુકુમાર દ્વારા નિર્દેશિત, આ ફિલ્મમાં આઇકોન સ્ટાર્સ અલ્લુ અર્જુન, રશ્મિકા મંદાનઅને ફહાદ ફાઝિલ મુખ્ય ભૂમિકામાં છે.
'પુષ્પાઃ ધ રાઇઝ' ડિસેમ્બર 2021માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ ભારત સહિત વિશ્વભરમાં ધૂમ મચાવી હતી. હવે ફેન્સ બીજા ભાગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, જેમાં અલ્લુ અર્જુન અલગ અંદાજમાં જોવા મળશે.








