'મિસ્ટર એન્ડ મિસિસ માહી'ના નવા પોસ્ટર્સ આવ્યા સામે, 31 મેના થિયેટરમાં થશે રિલીઝ
બોલિવૂડ અભિનેત્રી જાહ્નવી કપૂર અને અભિનેતા રાજકુમાર રાવની ફિલ્મ 'મિસ્ટર એન્ડ મિસિસ માહી'ની ફેન્

બોલિવૂડ અભિનેત્રી જાહ્નવી કપૂર અને અભિનેતા રાજકુમાર રાવની ફિલ્મ 'મિસ્ટર એન્ડ મિસિસ માહી'ની ફેન્સ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ હવે ફેન્સની રાહનો અંત આવવાનો છે કારણ કે, જાહ્નવી કપૂર અને રાજકુમાર રાવની ફિલ્મ ટૂંક સમયમાં જ થિયેટરમાં આવવા માટે તૈયાર છે. હા... કરણ જોહરના પ્રોડક્શન હાઉસ ધર્માએ સોશિયલ મીડિયા પર 'મિસ્ટર એન્ડ મિસિસ માહી'ના ત્રણ નવા પોસ્ટર સાથે થિયેટરોમાં ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત કરી છે.
આ પણ વાંચોઃ Deepveerના ઇન્સ્ટાગ્રામ પરથી ફોટા હટાવવા બાબતે મોટો ખુલાસો, તેના અંગત મિત્રએ કહ્યું કે....
'મિસ્ટર એન્ડ મિસિસ માહી'ના ત્રણ પોસ્ટર આવ્યા સામે
'મિસ્ટર એન્ડ મિસિસ માહી'ના પહેલા પોસ્ટરમાં, રાજકુમાર રાવ અને જાહ્નવી કપૂર બંને ઉત્સાહમાં એકબીજા પર બૂમો પાડતા જોવા મળે છે. અને આ જ બોન્ડ તેના બીજા પોસ્ટરમાં પણ દેખાય છે. જ્યાં બંને ભીડ વચ્ચે એક મોમેન્ટ શેર કરતા જોવા મળે છે. તો ત્રીજા પોસ્ટરમાં બંને કલાકારોના હસતા સાઈડ ફેસ જોવા મળે છે. ધર્મા પ્રોડક્શનની સાથે જાહ્નવી કપૂરે પણ 'મિસ્ટર એન્ડ મિસિસ માહી'નું પોસ્ટર શેર કર્યું છે. જ્યાં જાહ્નવીએ કેપ્શનમાં લખ્યું- 'મિસ્ટર અને મિસિસ માહીને મળો, તેમના માટે જીવન ક્રિકેટ છે અને ક્રિકેટ જ જીવન છે. ક્રિકેટ પછી, મિસ્ટર માહી ફક્ત તેની સુંદર પત્નીને પ્રેમ કરે છે.
31 મે, 2024ના થિયેટરમાં થશે રિલીઝ
'મિસ્ટર એન્ડ મિસિસ માહી'ના પોસ્ટર પર ફિલ્મની થિયેટર રિલીઝ ડેટ પણ લખવામાં આવી છે. જાહ્નવી કપૂર અને રાજકુમાર રાવ અભિનીત આ ફિલ્મ 31 મે 2024ના થિયેટરમાં રિલીઝ થશે. ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મ શરન શર્માએ ડિરેક્ટ કરી છે અને કરણ જોહર ફિલ્મ્સે તેને પ્રોડ્યૂસ કરી છે. ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’ના અભિનેતા રાજકુમાર રાવ હાલમાં તેમની આગામી ફિલ્મ ‘શ્રીકાંત’ના પ્રમોશનમાં વ્યસ્ત છે, જે 10 મે, 2024ના થિયેટરમાં રિલીઝ થવાની છે.






