OTT Guidelines: OTT કંટેન્ટ માટે જાહેર થશે નવી ગાઇડલાઇન, અશ્લીલ ભાષા અને ગાળને લઇને આપવામાં આવશે આદેશ
માહિતી અને પ્રસારણ મંત્રાલય OTT (ઓવર ધ ટોપ) પ્લેટફોર્મ પર બતાવવામાં આવતી ફિલ્મો અને સિરીઝને લઇને નવી ગાઇડલા

માહિતી અને પ્રસારણ મંત્રાલય OTT (ઓવર ધ ટોપ) પ્લેટફોર્મ પર બતાવવામાં આવતી ફિલ્મો અને સિરીઝને લઇને નવી ગાઇડલાઇન જાહેર કરશે.આ નવી ગાઇડલાઇન પર અશ્લીલ ભાષા અને ગાળને વૈકલ્પિક માધ્યમોથી દર્શાવવાના આદેશ આપવામાં આવશે. OTT પર અત્યારે કોઇપણ પ્રતિબંધ વિના અશ્લીલ દ્રશ્યો બતાવવામાં આવે છે.
સૂચના પ્રસારણ મંત્રાલય નવી ગાઇડલાઇન કરશે જાહેર
સૂચના અને પ્રસારણ મંત્રાલય સાથે સંકળાયેલી કંપનીઓ, વ્યક્તિઓ અને અન્ય હિતધારકો સાથે ચર્ચા કરીને ગાઇડલાઇન તૈયાર કરવામાં આવી રહી છે. તેને એવી રીતે બનાવવામાં આવી રહ્યું છે કે મહિલાઓ સંબંધિત કેટલીક કાયદાકીય કલમોનું ઉલ્લંઘન ન થાય. નિયમો જાહેર કરવાથી એ સુનિશ્ચિત થશે કે વાર્તા કોઈપણ ઉલ્લંઘન વિના ફિલ્મો દ્વારા વ્યક્ત થાય. ગાઇડલાઇન કન્ટેન્ટ પર કોઈ નિયંત્રણો લાદશે નહીં. ફિલ્મ નિર્માણ દરમિયાન આ દિશાનિર્દેશોને ધ્યાનમાં રાખવામાં આવશે.
આ હોઇ શકે છે ગાઇડલાઇનના મુખ્ય બદલાવ
આ ગાઇડલાઇન્સમાં ગાળ દરમિયાન તેને બીપ કરવા, અશ્લીલ દ્રશ્યોને બ્લર કરવાના આદેશ હશે. માનવામાં આવે છે કે ડાયલૉગ દરમિયાન ગાળનું દ્રષ્ટ જરૂરી હોય તો શબ્દોને તોડી મરોડીને બતાવવાની વાત હોઇ શકે છે. કપડા બદલવા અથવા અતરંગ સંબંધો ધરાવતા દ્રશ્યોને અન્ય વિકલ્પ શોધવાના આદેશ આપવામાં આવી શકે છે.
કન્ટેન્ટ પર નજર રાખશે સૂચના અને પ્રસારણ મંત્રાલય
ઓટીટી કન્ટેન્ટ અને પ્લેટફોર્મ પર સૂચના અને પ્રસારણ મંત્રાલય નજર રાખશે.ઓટીટી સિરીઝ પર નિર્માતાઓએ સેન્સર બોર્ડ અને મંત્રાલયને એફિડેવિટ સબમિટ કરવી પડશે.








