મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

'હું પ્રેગ્નન્ટ છું...' જ્યારે લગ્ન કર્યા વિના જ એક્ટ્રેસે માતા-પિતાને કહી આ વાત, 72 કલાકમાં કરાવી દીધા લગ્ન

બોલિવૂડ એક્ટ્રેસ નેહા ધૂપિયા સાથે જોડાયેલી ઘણી વાતો તમને સાંભળવા મળી

'હું પ્રેગ્નન્ટ છું...' જ્યારે લગ્ન કર્યા વિના જ એક્ટ્રેસે માતા-પિતાને કહી આ વાત, 72 કલાકમાં કરાવી દીધા લગ્ન

બોલિવૂડ એક્ટ્રેસ નેહા ધૂપિયા સાથે જોડાયેલી ઘણી વાતો તમને સાંભળવા મળી હશે, પરંતુ તેના લગ્નની કહાની ઘણી રસપ્રદ છે. કહેવાય છે કે, નેહા લગ્ન પહેલા અંગદ બેદીથી પ્રેગ્નન્ટ થઈ ગઈ હતી અને પછી જ્યારે તેણે તેના માતા-પિતાને આ વાત કહી તો ઘરમાં હંગામો મચી ગયો. આ પછી 72 કલાકની અંદર જ તેમના લગ્ન થઈ ગયા. કેરળના કોચીમાં 27 ઓગસ્ટ 1980ના રોજ જન્મેલી નેહા ધૂપિયા આજે તેનો 44મો બર્થડે ઉજવી રહી છે. તેની ઉંમરના આ તબક્કે તે બે બાળકોની માતા બની ગઈ છે અને અંગદ બેદી સાથે સુખી લગ્ન જીવન જીવી રહી છે. પરંતુ તેમના લગ્નની કહાની ખૂબ જ રસપ્રદ છે.

નેહા ધૂપિયા અને અંગદ બેદીના લગ્ન કેવી રીતે થયા?

10 મે, 2018ના રોજ, નેહા ધૂપિયા અને અંગદ બેદીએ ગુરુદ્વારામાં લગ્ન કર્યા. નેહા ધૂપિયા લગ્ન પહેલા પ્રેગ્નન્ટ હતી, તેથી તેના લગ્ન ઉતાવળમાં થયા. એક ઇન્ટરવ્યુમાં નેહા ધૂપિયાએ પોતે આ વાતનો ખુલાસો કર્યો હતો. નેહાએ કહ્યું હતું કે, જ્યારે તે ગર્ભવતી થઈ અને તેણે તેના માતા-પિતાને આ અંગે જણાવ્યું તો તેના માતા-પિતાએ એક શરત મૂકી હતી.

નેહાએ કહ્યું, 'જ્યારે મેં મારા માતા-પિતાને અંગદ અને મારા સંબંધો વિશે જણાવ્યું તો તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. આ પછી મેં કહ્યું કે, હું ગર્ભવતી છું તેથી તેમણે મને લગ્ન માટે બે દિવસનો સમય આપ્યો. નેહા અંગદને ચાર વર્ષથી ઓળખતી હતી તેથી લગ્ન કરવાનું સરળ હતું. અભિનેત્રીએ એ પણ જણાવ્યું કે, તેના લગ્ન 72 કલાકમાં થયા હતા અને તે પણ ઉતાવળમાં. લગ્નના લગભગ 5 મહિના પછી જ એટલે કે નવેમ્બર 2018માં નેહાએ એક દીકરીને જન્મ આપ્યો હતો, જેનું નામ મેહર બેદી છે. 3 ઓક્ટોબર, 2021ના ​​રોજ, નેહાએ એક દીકરાને જન્મ આપ્યો જેનું નામ ગુરિક સિંહ બેદી છે.

નેહા ધૂપિયાની ફિલ્મી સફર

નેહા ધૂપિયાએ 2003માં આવેલી ફિલ્મ ‘કયામત’થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ પછી નેહા 'જૂલી', 'શિખર', 'ચુપ ચૂપ કે', 'શીશા', 'ફંસ ગયે રે ઓબામા', 'દે દાના દન', 'રંગીલે' અને 'બેડ ન્યૂઝ' જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. નેહા અત્યારે બહુ ઓછી ફિલ્મો કરે છે પણ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

આ સમાચાર શેર કરો