મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

હાર્દિક પંડ્યાથી અલગ થયાના દોઢ મહિના બાદ મુંબઈ પરત આવી નતાશા, સાથે જોવા ન મળ્યો દીકરો અગસ્ત્ય

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને તેની પત્

હાર્દિક પંડ્યાથી અલગ થયાના દોઢ મહિના બાદ મુંબઈ પરત આવી નતાશા, સાથે જોવા ન મળ્યો દીકરો અગસ્ત્ય

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને તેની પત્ની નતાશા સ્ટેનકોવિક જુલાઈ 2024માં એકબીજાથી અલગ થઈ ગયા હતા. બંને વચ્ચે અલગ થયા બાદ નતાશા સર્બિયા પરત આવી ગઈ હતી, પરંતુ દોઢ મહિના બાદ તે ફરી એકવાર મુંબઈ પાછી આવી છે. નતાશાએ પોતે સોશિયલ મીડિયા પર ફોટા શેર કરીને મુંબઈ પરત ફરવાની માહિતી આપી હતી.

મુંબઈ પાછી ફરી નતાશા 

નતાશાએ શેર કરેલી તસવીરો અને વીડિયોમાં તે કેઝ્યુઅલ આઉટફિટમાં જોવા મળી રહી છે. તસવીરો અને વીડિયોમાં નતાશા ખૂબ જ ખુશ દેખાઈ રહી છે. ફ્લાઈટમાંથી ફોટો શેર કરતી વખતે નતાશાએ કેપ્શનમાં લખ્યું 'હેલો મુંબઈ'. જોકે, નતાશા સાથે તેનો દીકરો અગસ્ત્ય જોવા નહોતો મળ્યો.

હાર્દિક પંડ્યાથી છૂટાછેડા લીધા પછી નતાશાની મુંબઈ પરત ફરેલી પોસ્ટ જોયા પછી, ફેન્સ ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા હતા અને દરેકના મનમાં પ્રશ્ન ચાલી રહ્યો હતો કે, તે અચાનક મુંબઈ કેમ પાછી આવી? જોકે, તેના વિશે કંઈપણ કહેવું મુશ્કેલ છે, પરંતુ લાગે છે કે નતાશા ફરીથી મોડલિંગની દુનિયામાં પાછા ફરવાનો રસ્તો શોધી રહી છે. તાજેતરમાં જ નતાશા સતત પોતાની બેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહી છે. જોકે, તે સ્પષ્ટ નથી કે તે ફરીથી મુંબઈ મોડલિંગ કરવા માટે આવી છે કે, પછી તે તેના સંબંધો સુધારવા માટે પાછી આવી છે.

બીજી તરફ, IPL 2025 માટે મેગા ઓક્શન પહેલા કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો કેપ્ટન બની શકે છે. વર્ષ 2024માં આ ટીમમાં હાર્દિક પંડ્યાનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને રોહિત શર્માને હટાવીને તેને ટીમની કપ્તાની સોંપવામાં આવી હતી. તેની કપ્તાની હેઠળ, IPL 2024માં મુંબઈનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું અને ટીમ દસમા સ્થાને રહી હતી. હાર્દિકના મુંબઈના કેપ્ટન બન્યા પછી, IPL 2024 દરમિયાન ક્રિકેટ ફેન્સ દ્વારા તેને દરેક જગ્યાએ ટ્રોલ કરવામાં આવ્યો હતો.

આ સમાચાર શેર કરો