VIDEO: હાર્દિક પંડ્યા સાથે છૂટાછેડાની અફવા મામલે નતાશાએ મૌન તોડ્યું, જુઓ શું કહ્યું...
ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા તેની પ્રોફેશનલ લાઈફની સાથે અંગત જીવનને લઈને પણ ચર્ચામાં છે. એવી અફવા હ

ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા તેની પ્રોફેશનલ લાઈફની સાથે અંગત જીવનને લઈને પણ ચર્ચામાં છે. એવી અફવા હતી કે, હાર્દિક તેની પત્ની નતાશા સ્ટેનકોવિકને છૂટાછેડા આપી શકે છે. આ અંગે હાર્દિક અને નતાશા બંને મૌન છે પરંતુ નતાશા પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા કંઈક ને કંઈક કહેતી રહે છે. આ વખતે તેણે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર આ વિશે એક વીડિયો શેર કર્યો છે. નતાશા સ્ટેનકોવિક લાઈમલાઈટથી દૂર રહે છે પરંતુ ઈન્સ્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ હોય છે. નતાશાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર અચાનક એક વીડિયો શેર કર્યો છે અને હંમેશા બીજા લોકો પર જજમેન્ટ પાસ કરનારા લોકોની ક્લાસ લીધી છે.
નતાશા સ્ટેનકોવિકની લેટેસ્ટ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી
નતાશા સ્ટેનકોવિક ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહે છે. જોકે, નતાશા લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે, પરંતુ તે અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાની ફીલિંગ્સ શેર કરે છે. નતાશાની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં તમે જોઈ શકો છો કે તેણે જજમેન્ટ પાસ કરનારાઓ પર નિશાન સાધ્યું છે. કોફી પીતી વખતે તેને અચાનક આ વિચાર આવ્યો અને તેણે તેને તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યો. નતાશાએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કરેલા વીડિયોમાં તે કોફી પીતી વખતે કહે છે, 'હું બેસીને કોફી પી રહી હતી ત્યારે મને અચાનક એક વિચાર આવ્યો કે લોકો કેવી રીતે એકદમથી બીજા માટે જજમેન્ટલ બની જાય છે, જ્યારે તે તેના કેરેક્ટરમાં એક્ટિંગ કરી રહ્યા હોય છે જે તેમની આસપાસ ચાલી રહ્યું હોય છે.'
જજમેન્ટલ લોકો માટે પોસ્ટ
નતાશાએ આગળ કહ્યું, 'જો આપણે કોઈ એવી વ્યક્તિને જોઈએ જે આપણાં જેવું વર્તન ન કરી રહી હોય, તો આપણે ન રોકાઈએ છીએ કે ન તો વિચારીએ છીએ, અમે તેના વિશે તરત જ જજમેન્ટ આપી દઈએ છીએ. આપણે જોઈ શકતા નથી કે, તેમના પર શું વીતી રહી છે, તે ક્ષણે તે વ્યક્તિ સાથે શું થઈ રહ્યું છે, તેની અંદર શું ચાલી રહ્યું છે. તેથી હું કહેવા માંગુ છું, ચાલો આપણે થોડા ઓછા જજમેન્ટલ બનીએ, ધીરજ રાખીએ અને તેમના પ્રત્યે થોડી સહાનુભૂતિ બતાવીએ.
કેવો છે હાર્દિક સાથે નતાશાનો સંબંધ?
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ હાર્દિક પંડ્યા સમાચારોમાં હતો, દરેક જગ્યાએ તેની ચર્ચા થઈ રહી હતી પરંતુ તેની પત્ની નતાશાએ તેને અભિનંદન આપ્યા ન હતા. આ માટે નતાશા ટ્રોલ થઈ હતી. જોકે, પહેલાથી જ એવી અફવાઓ ચાલી રહી છે કે, હાર્દિક સાથે તેના સંબંધો સારા નથી. હાલમાં નતાશા કે હાર્દિકે આ અંગે કંઈ કહ્યું નથી.






