VIDEO: ડિવોર્સના 2 મહિના પછી સામસામે આવ્યા નતાશા-હાર્દિક! આવું હતું બંનેનું રિએક્શન
નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યાએ આ વર્ષે જુ

નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યાએ આ વર્ષે જુલાઈ 2024માં ડિવોર્સની એનાઉન્સમેન્ટ કરી હતી. બંનેએ એકસાથે એક સ્ટેટમેન્ટ બહાર પાડ્યું હતું, જેમાં તેઓએ જણાવ્યું હતું કે, ચાર વર્ષ સુધી સાથે રહ્યા બાદ તેઓએ પરસ્પર સંમતિથી અલગ થવાનો નિર્ણય કર્યો છે, પરંતુ તેઓ તેમના દીકરા અગસ્ત્યની સંભાળ એક સાથે રાખશે. જોકે, આ નિર્ણયથી તેના ફેન્સ ઘણા નિરાશ થયા અને લોકો નતાશાને ખૂબ ટ્રોલ કરવા લાગ્યા. પછી સમાચાર આવ્યા કે હાર્દિક કોઈને ડેટ કરી રહ્યો છે.
આ સમાચાર સામે આવ્યા બાદ યુઝર્સે નતાશાની માફી માગવાનું શરૂ કરી દીધું હતું. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં નતાશા અને હાર્દિક ડિવોર્સના 2 મહિના પછી સામસામે આવ્યા હતા. વીડિયોમાં બંનેનું રિએક્શન ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. ડિવોર્સની એનાઉન્સમેન્ટ પછી નતાશા તેના દીકરા અગસ્ત્ય સાથે સર્બિયામાં તેના હોમ ટાઉન ગઈ હતી. હવે ત્યાંથી પરત ફર્યા બાદ દીકરાને જોઈને હાર્દિકની ખુશીનો પાર ન રહ્યો અને તેણે તરત જ તેને પોતાના ખોળામાં તેડી લીધો.
ડિવોર્સના 2 મહિના પછી મળ્યા નતાશા અને હાર્દિક
નતાશા અને હાર્દિક પંડ્યાની આ મુલાકાતને લઈને ફેન્સ પણ ખૂબ જ ઉત્સાહિત જોવા મળ્યા હતા. હાર્દિકે તેના દીકરા અગસ્ત્યને જોતા જ તેને ખોળામાં ઊંચક્યો હતો. આ દરમિયાન હાર્દિકના મોટા ભાઈ કૃણાલનો દીકરો પણ તેની સાથે જોવા મળ્યો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે, હાર્દિક તેના દીકરાને ખોળામાં તેડીને ખુશીથી ચીસો પાડી રહ્યો છે. પછી બંને બાળકોને ખોળામાં લઈને કાર તરફ આગળ વધે છે. આ પછી નતાશા પણ અગસ્ત્યને ખોળામાં લઈને હાર્દિકની પાસે ઉભી જોવા મળે છે અને પછી કાર તરફ આગળ વધે છે.
લગ્નના 4 વર્ષ પછી બંનેએ લીધા ડિવોર્સ
બંનેના ફેન્સ પણ આ વાયરલ વીડિયો પર કોમેન્ટ કરીને પોતાનો ઉત્સાહ વ્યક્ત કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યાએ વર્ષ 2020માં કોરોના મહામારી દરમિયાન લગ્ન કર્યા હતા. આ પછી બંનેએ તેમના દીકરા અગસ્ત્યનું સ્વાગત કર્યું. આ પછી, બંનેએ 2023માં તેમના પરિવાર અને મિત્રોની હાજરીમાં ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા. જોકે, લગ્નના એક વર્ષ પછી, બંનેએ છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો, જે સાંભળીને ફેન્સનું દિલ તોડી ગયું હતું.






