મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

'મુન્નાભાઈ MBBS' અને '3 Idiots'ની બનશે સિક્વલ, નિર્માતાએ કરી પુષ્ટિ!

વિધુ વિનોદ ચોપરાએ બનાવેલી 'મુન્નાભાઈ ' સીરિઝની ફિલ્મો ઉપરાંત '3 Idiots' બંનેની સિક્વલ આવી રહી છે. વિધુ વિનોદ

'મુન્નાભાઈ MBBS' અને '3 Idiots'ની બનશે સિક્વલ, નિર્માતાએ કરી પુષ્ટિ!

વિધુ વિનોદ ચોપરાએ બનાવેલી 'મુન્નાભાઈ ' સીરિઝની ફિલ્મો ઉપરાંત '3 Idiots' બંનેની સિક્વલ આવી રહી છે. વિધુ વિનોદ ચોપરાએ કન્ફર્મ કર્યું છે કે હાલ બંને ફિલ્મોની સિક્વલની સ્ટોરી લખાઈ રહી છે. જો કે, વિધુ વિનોદ ચોપરાએ આ સિક્વલ વિશે કોઈ ચોક્કસ ટાઈમફ્રેમ આપી નથી. 

ઉલ્લેખનીય છે 'મુન્નાભાઈ' સીરિઝની 'મુન્નાભાઈ એમબીબીએસ' અને 'લગે રહો મુન્નાભાઈ' બંને ફિલ્મો સુપરહિટ થઈ ચૂકી છે. 

આ  ફિલ્મોના કલાકારો સંજય દત્ત તથા અરશદ વારસી પણ એકથી વધુ વખત ત્રીજો ભાગ બનવો જોઈએ તેવી  ખ્વાહિશ પ્રગટ કરી ચૂક્યા છે. જોકે આ માહિતી મળતાં જ ફેન્સની ખુશીનું ઠેકાણું જ રહ્યું નથી અને સંજય દત્ત તથા આમિર ખાન જેવા સ્ટાર્સ તેમજ મુન્નાભાઈ એમબીબીએસ તથા થ્રી ઈડિયટ્સ જેવી સુપરહીટ ફિલ્મોના ચાહકોની ઉત્સુકતા પણ હવે વધી ગઇ છે. 

આ સમાચાર શેર કરો