Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Munnabhai MBBS actress reveals costar kept kissing her during the shoot

'વારંવાર કિસ કરતો રહ્યો એક્ટર, હોટલમાં કરી પરેશાન...', મુન્નાભાઈ MBBS ફેમ અભિનેત્રીનું છલકાયું દર્દ

Timeછેલ્લું અપડેટ : 04 Jun 2026
લાઇવ ટીવીGoogle News
'વારંવાર કિસ કરતો રહ્યો એક્ટર, હોટલમાં કરી પરેશાન...', મુન્નાભાઈ MBBS ફેમ અભિનેત્રીનું છલકાયું દર્દ
સોર્સ : GSTV

મુન્નાભાઈ MBBS ફેમ બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયા બાપટે તાજેતરમાં જ પોતાના કરિયરના શરૂઆતના દિવસો સાથે જોડાયેલો એક કિસ્સો શેર કર્યો. આ એક કિસ્સો નહીં પરંતુ તમે તેને તેના કરિયરની એક કડવી યાદ કહી શકો છો, જેના વિશે આજે પણ વાત કરતી વખતે તે એક ક્ષણ માટે ધ્રૂજી ઊઠે છે. એક્ટ્રેસે જણાવ્યું કે, કેવી રીતે શૂટિંગ દરમિયાન એક એક્ટરે પ્રોફેશનલ લિમિટ્સ ક્રોસ કરી હતી અને તેને અનકમ્ફર્ટેબલ ફીલ કરાવ્યું હતું. બીજી તરફ, તે સમયે પોતાના કરિયરની શરૂઆતમાં હોવાને કારણે પ્રિયા એ પણ સમજી નહતી શકી કે તેણે આ બાબતે કેવી રીતે રિએક્ટ કરવું જોઈએ.

App Store

કિસિંગ સીનની જરૂર નહતી

પ્રિયાએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, "મને ફિલ્મમાં કિસિંગ સીન કરવા સામે ક્યારેય વાંધો નહતો, જો તે ફિલ્મની સ્ટોરી માટે જરૂરી હોય અને તેનું કોઈ મહત્ત્વ હોય. તે મારી શરૂઆતની ફિલ્મોમાંની એક હતી અને રીડિંગ સેશન દરમિયાનથી જ આ કિસિંગ સીનને લઈને મારા મનમાં શંકા હતી. હું સતત ડાયરેક્ટરને પૂછી રહી હતી કે તમને ફિલ્મમાં અહીં કિસિંગ સીનની શું જરૂર છે? આ એ બાબત નહતી કે મારે કિસિંગ સીન કરવો છે કે નહીં, પરંતુ મારો વિચાર એ હતો કે તમે તેને ફિલ્મમાં કેવી રીતે જસ્ટિફાય કરશો? આ સીન અહીં ફિટ નહતો બેસતો."

પ્રિયાએ આગળ જણાવ્યું કે, "મનમાં સવાલો હોવા છતાં મેં આ સીન કરવા માટે પોતાને રાજી કરી લીધી. જો આ સ્ક્રિપ્ટની ડિમાન્ડ છે તો હું તેના માટે તૈયાર છું, પરંતુ વાસ્તવમાં તેની કોઈ જરૂર જ નહતી. જોકે, ડાયરેક્ટર વારંવાર આ સીન કરવા માટે કહી રહ્યા હતા. આથી મેં કહ્યું કે ઠીક છે, હું જોઉં છું. હું એક કિસ સીન માટે તૈયાર થઈ ગઈ."

એક્ટર વારંવાર ગીતને ઈમ્પ્રુવાઈઝ કરાવતો રહ્યો 

એક્ટ્રેસે જણાવ્યું કે, "પરિસ્થિતિ ત્યારે કાબૂ બહાર થઈ ગઈ જ્યારે એક્ટર ગીતને ઈમ્પ્રુવાઇઝ કરાવવા લાગ્યો. એવું ઘણી વખત બન્યું કે એક્ટર વારંવાર ગીતને ઈમ્પ્રુવાઈઝ કરાવતો રહ્યો અને મને કિસ કરતો રહ્યો. ખબર નહીં કેમ તે સમયે હું મારો સ્ટેન્ડ ન લઈ શકી. કદાચ એટલા માટે કારણ કે મને સમજાતું નહતું કે આ પરિસ્થિતિ સાથે કેવી રીતે ડિલ કરવી."

કામ પૂરું થયા પછી પણ તે એક્ટરે મને મળવાનો પ્રયાસ કર્યો

પ્રિયાએ વધુમાં જણાવ્યું કે, "કામ પૂરું થયા પછી પણ તે એક્ટરે મને મળવાનો પ્રયાસ કર્યો હતો. મારી પાસે કોઈ રસ્તો નહતો. અમે એક જ હોટલમાં અલગ-અલગ રૂમમાં રોકાયા હતા. પરંતુ તે મને વારંવાર મેસેજ કરતો રહ્યો અને બોલાવતો રહ્યો. તે કહી રહ્યો હતો કે ચાલ હું તને સ્વિમિંગ શીખવાડું, શું હું તને બ્રેકફાસ્ટ પર મળી શકું? મેં કહ્યું કે મને આ બધામાં કોઈ રસ નથી. મારી જિંદગીમાં આવું ક્યારેય નહતું બન્યું અને આવું ફરી ક્યારેય થવું પણ ન જોઈએ."

આ ફિલ્મોમાં નજર આવી ચૂકી છે એક્ટ્રેસ

તમને જણાવી દઈએ કે, પ્રિયા બાપટ લાંબા સમયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલી છે અને તે 'મુન્નાભાઈ એમબીબીએસ', 'લગે રહો મુન્નાભાઈ', 'શિવાજીરાજે ભોસલે બોલતોય', 'કાકસ્પર્શ' સહિતની હિન્દી અને મરાઠી ફિલ્મોમાં નજર આવી ચૂકી છે.