VIDEO: જાહ્નવી કપૂર અને મહેશ્વરી તિરૂપતિમાં, ભગવાન શ્રી વેંકટેશ્વર સ્વામીના કર્યા દર્શન
સોર્સ : gstv
બોલિવૂડ અભિનેત્રી જાહ્નવી કપૂર અને દક્ષિણ ભારતીય સિનેમાની જાણીતી અભિનેત્રી મહેશ્વરીએ આંધ્રપ્રદેશના તિરૂપતિમાં ભગવાન શ્રી વેંકટેશ્વર સ્વામીના દર્શન કર્યા હતા. બંને કલાકારો સવારે તિરૂમલા મંદિર પહોંચ્યા હતા અને પરંપરાગત વસ્ત્રોમાં ભગવાન બાલાજીની વિશેષ પૂજા-અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા હતા. મંદિર પ્રશાસન દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને પૂજારીઓએ તેમને પવિત્ર તીર્થ પ્રસાદ આપ્યો હતો. જાહ્નવી કપૂર અવારનવાર તિરૂપતિ મંદિરની મુલાકાત લેતી રહે છે. આ હાઈ-પ્રોફાઈલ સેલિબ્રિટી મુલાકાતને જોવા માટે મંદિર પરિસરમાં ચાહકોની ભારે ભીડ એકત્ર થઈ ગઈ હતી, જેથી સુરક્ષા વ્યવસ્થા પણ કડક કરવામાં આવી હતી.

