મુંબઈમાં ભારે વરસાદને કારણે તૂટી ગયો 'વેલકમ ટુ જંગલ' ફિલ્મનો સેટ, મેકર્સને થયું મોટું નુકસાન
અક્ષય કુમારની ફિલ્મ 'વેલકમ ટુ ધ જંગલ' સાથે જોડાયેલા મોટા

અક્ષય કુમારની ફિલ્મ 'વેલકમ ટુ ધ જંગલ' સાથે જોડાયેલા મોટા સમાચાર છે. મુંબઈમાં આ દિવસોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આ ફિલ્મના નિર્માતાઓને વરસાદનો માર સહન કરવો પડ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મના તાજેતરમાં બનેલા સેટનો એક ભાગ ભારે વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયો છે. જે બાદ ફિલ્મનું શૂટિંગ અધવચ્ચે જ રોકી દેવામાં આવ્યું હતું.
'વેલકમ ટુ ધ જંગલ' સેટનો તૂટેલો ભાગ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મુંબઈમાં ફિલ્મ 'વેલકમ ટુ ધ જંગલ'ના સેટને ખરાબ રીતે નુકસાન થયું છે. ફિલ્મનો મોટો ભાગ આ મહિનામાં એટલે કે ઓગસ્ટની શરૂઆતમાં જ તૈયાર કરવામાં આવ્યો હતો. આ શેડ્યૂલમાં અક્ષય કુમાર સહિત 34 કલાકારો શૂટ કરવાના હતા. આ સાથે ફિલ્મનું એક ગીત પણ શૂટ થવાનું હતું.
શરૂ કરાયું સેટનું પુનઃનિર્માણ
જો રિપોર્ટ્સનું માનીએ તો સેટને રિમોડેલ કરવામાં આવી રહ્યો છે. એક અહેવાલ મુજબ, ફિલ્મ નિર્દેશક અહેમદ ખાને કહ્યું- 'દુર્ભાગ્યપૂર્ણ છે કે, મુંબઈમાં ભારે વરસાદને કારણે આ ભાગને નુકસાન થયું છે. આથી સેટ ફરીથી બનાવ્યા બાદ શૂટિંગ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવશે. ક્રૂ સેટ પર સતત કામ કરી રહ્યું છે. અમે ટૂંક સમયમાં શૂટિંગ શરૂ કરીશું.
આ સ્ટાર્સ દેખાશે
અક્ષય કુમાર ઉપરાંત, ફિલ્મ 'વેલકમ ટુ ધ જંગલ'માં દિશા પટણી, જેક્લીન ફર્નાન્ડિઝ, અરશદ વારસી, સુનીલ શેટ્ટી, રવીના ટંડન, પરેશ રાવલ, લારા દત્તા, તુષાર કપૂર, જોની લીવર, રાજપાલ યાદવ, કીકુ શારદા, મીકા સિંહ અને ઘણા અન્ય સ્ટાર્સ સામેલ છે. ફિરોઝ નડિયાદવાલા આ ફિલ્મને પ્રોડ્યુસ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ વેલકમ ફિલ્મની ફ્રેન્ચાઈઝી છે. પહેલી ફિલ્મ 'વેલકમ' હતી જે વર્ષ 2007માં આવી હતી. આ પછી 2015માં 'વેલકમ બેક' આવ્યું અને હવે તેના ત્રીજા ભાગનું નામ 'વેલકમ ટુ ધ જંગલ' રાખવામાં આવ્યું છે.






