નીતા-મુકેશ અંબાણીએ અનંત-રાધિકાને લગ્નમાં આપી મોંઘી દાટ ગિફ્ટ્સ, કિંમત જાણીને ચોંકી જશો
બિઝનેસમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના દીકરા અનંત અંબાણી તેની મંગેતર રાધિકા મર્

બિઝનેસમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના દીકરા અનંત અંબાણી તેની મંગેતર રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા તૈયાર છે. આ કપલના ભવ્ય લગ્ન પહેલાથી જ ચર્ચામાં છે. જોકે, લગ્ન પહેલા એશિયાનો સૌથી ધનિક પરિવાર આ કપલ પર પ્રેમ અને ગિફ્ટની વરસાદ કરી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, અંબાણી પરિવારે અનંત અને રાધિકા માટે દુબઈમાં 640 કરોડ રૂપિયાનો આલીશાન વિલા ખરીદ્યો છે. આટલું જ નહીં પરિવારે તેમના નાના દીકરા અનંતને ખૂબ જ મોંઘી કાર પણ ગિફ્ટ કરી છે.
મુકેશ-નીતા અંબાણીએ અનંતને ગિફ્ટમાં આપી 4.5 કરોડની કાર
મુકેશ અંબાણી અને નીતા અંબાણી અનંત-રાધિકાના લગ્નની ઉજવણી પહેલા 1259 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કરી ચૂક્યા છે. જોકે, બહુ ઓછા લોકો જાણે છે કે, જ્યારે અનંત અને રાધિકાની 2023માં સગાઈ થઈ હતી, ત્યારે મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહેલા કપલને 'બેન્ટલી કોન્ટિનેન્ટલ GTC સ્પીડ' કાર ગિફ્ટમાં આપીને આશ્ચર્યચકિત કરી દીધા હતા. આ અદભુત કારની કિંમત 4.5 કરોડ રૂપિયા છે. તેમાં બેસ્ટ સ્પેક્સ છે અને તે ટ્વીન-ટર્બોચાર્જ્ડ 6.0-લિટર W12 એન્જિન દ્વારા સંચાલિત છે. તે માત્ર 3.6 સેકન્ડમાં 0થી 60 માઈલ પ્રતિ કલાકની ઝડપ વધારવામાં સક્ષમ છે.
લગ્નમાં ગિફ્ટ તરીકે આપ્યો દુબઈમાં 640 કરોડ રૂપિયાનો વિલા
મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ અનંત અને રાધિકાને લગ્નની ભેટ આપવા માટે દુબઈના પામ જુમેરાહમાં એક મોંઘો બીચસાઇડ વિલા ખરીદ્યો હતો. અહેવાલો અનુસાર, આ સમગ્ર શહેરમાં સૌથી મોંઘી ડીલ હતી. આ વિલા પોશ વિસ્તારમાં આવેલ છે. ઘરની બીજી ખાસિયત એ છે કે, તેમાં 70 મીટરનો પ્રાઈવેટ બીચ છે. આ ઉપરાંત ઘરમાં 10 લક્ઝુરિયસ બેડરૂમ છે. વિલાની બીજી વિશેષતા એનું ભવ્ય ઈન્ટિરિયર હતું, જેમાં ઇટાલિયન માર્બલ અને ભવ્ય કલાકૃતિઓ જોવા મળે છે. આ એક ઉત્તમ હોલિડે હોમ છે, જ્યાં અબજોપતિ પરિવાર તેમના લક્ઝુરિયલ ઘરનો આનંદ માણી શકે છે અને તેમની મોટી પાર્ટીઓનું આયોજન કરી શકે છે. ઘરમાં લક્ઝુરિયલ ઈન્ટિરિયર સાથેનો આધુનિક બેડરૂમ, વિશાળ ડાઇનિંગ ટેબલ સાથેનો એક વિશાળ ડાઇનિંગ રૂમ અને એક ઇન-બિલ્ટ પૂલ પણ છે. એક અહેવાલ મુજબ, મુકેશ અંબાણીએ આ વિલા 640 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.
રાધિકા અને અનંત અંબાણીની લવ સ્ટોરી
એક ઇન્ટરવ્યુમાં રાધિકાએ ખુલાસો કર્યો હતો કે, તે અને અનંત તેમના મિત્રો સાથે લોંગ ડ્રાઇવ દરમિયાન પ્રેમમાં પડ્યા હતા. તેઓએ ટૂંક સમયમાં ડેટિંગ કરવાનું શરૂ કર્યું અને અનંતની મોટી બહેન ઈશા અંબાણીના લગ્નના તહેવારો દરમિયાન નજીક આવી ગયા. 2022માં તેઓએ રાજસ્થાનના શ્રીનાથજી મંદિરમાં સગાઈ કરી, જે પછી એક ભવ્ય એન્ગેજમેન્ટ પાર્ટી થઈ. મીડિયા સાથેની વાતચીતમાં અનંતે ખુલાસો કર્યો હતો કે, તે રાધિકા સાથે જોડાયો હતો કારણ કે તે પ્રાણીઓની સંભાળ રાખવા અને તેમની સેવા કરવાની સમાન દ્રષ્ટિ ધરાવે છે.






