OTT પર ધૂમ મચાવવા તૈયાર છે 'મુફાસા: ધ લાયન કિંગ', જાણો ફિલ્મ ક્યારે અને ક્યાં રિલીઝ થશે
જો તમે 'મુફાસા: ધ લાયન કિંગ' થિયેટરોમાં નથી જોઈ શક્યા, તો તમારા માટે આ રોમાંચક સમાચાર છે. આ મચ અવેઈટેડ ફિલ્મ ટૂંક સ

જો તમે 'મુફાસા: ધ લાયન કિંગ' થિયેટરોમાં નથી જોઈ શક્યા, તો તમારા માટે આ રોમાંચક સમાચાર છે. આ મચ અવેઈટેડ ફિલ્મ ટૂંક સમયમાં OTT પ્લેટફોર્મ પર સ્ટ્રીમિંગ થશે. હવે તમે તમારા ઘરે બેસીને આરામથી મુફાસાની સફરનો અનુભવ કરી શકો છો. OTT પ્લેટફોર્મે ફિલ્મના OTT પ્રીમિયરની તારીખ જાહેર કરી છે.
OTT પર ક્યારે રિલીઝ થશે?
આ ફિલ્મ 26 માર્ચ, 2025ના રોજ સ્ટ્રીમ થવાની છે. 'મુફાસા: ધ લાયન કિંગ' જિઓહોટસ્ટાર પર રિલીઝ થશે. ફિલ્મની OTT રિલીઝની પોસ્ટ શેર કરતાં કેપ્શનમાં લખ્યું હતું કે, 'મુફાસાની વાર્તાનો અનુભવ કરવાનો સમય આવી ગયો છે. 'મુફાસા: ધ લાયન કિંગ' 26 માર્ચે જિઓહોટસ્ટાર પર અંગ્રેજી, હિન્દી, તમિલ અને તેલુગુમાં આવી રહી છે.'
ફિલ્મની વાર્તા
બેરી જેનકિન્સ દ્વારા દિગ્દર્શિત, 'મુફાસા: ધ લાયન કિંગ' મુફાસાની ભાવનાત્મક વાર્તા પર આધારિત છે, જે તેના એક અનાથમાંથી પ્રાઈડ લેન્ડ્સના આદરણીય રાજા બનવા સુધીના પરિવર્તનને દર્શાવે છે. પોતાના માતા-પિતાને ગુમાવ્યા પછી, મુફાસા ટાકા નામના સિંહ સાથે ગાઢ સંબંધ બનાવે છે અને સાથે મળીને તેઓ એક એવી સફર શરૂ કરે છે જે તેમની મિત્રતા અને કૌટુંબિક સંબંધોને મુશ્કેલીમાં લાવે છે.
ફિલ્મમાં હિન્દી ડબિંગ આર્ટીસ્ટ
'મુફાસા: ધ લાયન કિંગ' ના હિન્દી વોઈસ ઓવર આર્ટીસ્ટમાં શાહરૂખ ખાન, આર્યન ખાન, અબરામ ખાન, સંજય મિશ્રા, મકરંદ દેશપાંડે, મિયાંગ ચાંગ અને શ્રેયસ તલપડેનો સમાવેશ થાય છે. હિન્દી ઉપરાંત, આ ફિલ્મ સમગ્ર ભારતમાં અંગ્રેજી, તમિલ અને તેલુગુમાં પણ રિલીઝ થઈ હતી. 'મુફાસા: ધ લાયન કિંગ' 2019માં રિલીઝ થયેલી ફિલ્મ 'ધ લાયન કિંગ' ની પ્રિકવલ હતી.






