મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

VIDEO: અનંત-રાધિકાના લગ્નમાં જમાઈના સ્વાગતમાં સાસુ શૈલા મર્ચન્ટે કર્યો ખાસ ડાન્સ

ભારતના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણીના 12 જુલાઈના

VIDEO: અનંત-રાધિકાના લગ્નમાં જમાઈના સ્વાગતમાં સાસુ શૈલા મર્ચન્ટે કર્યો ખાસ ડાન્સ

ભારતના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણીના 12 જુલાઈના રોજ લગ્ન થયા હતા. જિયો વર્લ્ડ સેન્ટરમાં અનંતે રાધિકા મર્ચન્ટ સાથે સાત ફેરા લીધા. કપલના લગ્નની અંદરની તસવીરો અને વીડિયો આવવા લાગ્યા છે. વધુ એક સુંદર વીડિયો સામે આવ્યો છે જેમાં રાધિકા મર્ચન્ટની માતા શૈલા મર્ચન્ટ તેના જમાઈ રાજાનું ખાસ રીતે સ્વાગત કરતી જોવા મળે છે.

અનંત અંબાણીની સાસુ શૈલા મર્ચન્ટનો જે વીડિયો સામે આવ્યો છે, તેમાં તે ગ્રીન સાડી પહેરીને ડાન્સ કરતી જોઈ શકાય છે. શૈલા મર્ચન્ટ 'મિથિલા કા કણ કણ ખિલા, જમાઈ રાજા રામ મિલા' ગીત પર ડાન્સ કરીને તેમના જમાઈનું સ્વાગત કરતી જોવા મળે છે. આ દરમિયાન અનંતની સાળી અંજલિ મર્ચન્ટ પણ તેની સાથે જોવા મળે છે. અનંત બીજી બાજુ ઉભો છે અને ખૂબ જ પ્રેમ અને આદર સાથે તેનું પર્ફોર્મન્સ જોઈ રહ્યો છે.

સાસુએ જમાઈનું નાક પકડ્યું

આ પહેલા પણ અનંત અંબાણીનો સાસુ શૈલા મર્ચન્ટ સાથેનો એક ક્યૂટ વીડિયો સામે આવ્યો હતો. જેમાં સાસુ શૈલા પોતાના જમાઈનું નાક પકડવાની વિધિ કરતી જોવા મળી હતી. આ દરમિયાન અનંતના મોટા ભાઈ આકાશ અંબાણી અનંતનું નાક પકડીને તેને શૈલા મર્ચન્ટથી બચાવતા જોવા મળ્યા હતા.

પીએમ મોદી નવવિવાહિત યુગલને આશીર્વાદ આપવા પહોંચ્યા

ઉલ્લેખનીય છે કે, 12 જુલાઈએ તેમના લગ્ન પછી 12 જુલાઈના રાધિકા-અનંતનો શુભ આશીર્વાદ સમારોહ છે. આ ફંક્શનમાં પીએમ નરેન્દ્ર મોદી પણ નવવિવાહિત કપલને આશીર્વાદ આપવા પહોંચ્યા હતા. ફિલ્મ સ્ટાર્સ અને વિદેશી સેલિબ્રિટીઓ પણ આ ફંક્શનનો ભાગ બન્યા હતા.

આ સમાચાર શેર કરો