મિસ યુનિવર્સ ફાઈનલ શરૂ, ભારતની રિયા સિંહે ટોપ-10માં સ્થાન મેળવ્યું, શું તે ચોથી વખત ઈતિહાસ રચશે?
મિસ યુનિવર્સ 2024ની ફાઈનલ મેક્સિકોના નિકારાગુઆમાં શરૂ થઈ ગઈ છે. ભારતની બ્યૂટી ક્વીન રિયા સિંહ મિસ યુનિવર્સ ઈન્ડિયાએ ટોપ-10માં સ્થ

મિસ યુનિવર્સ 2024ની ફાઈનલ મેક્સિકોના નિકારાગુઆમાં શરૂ થઈ ગઈ છે. ભારતની બ્યૂટી ક્વીન રિયા સિંહ મિસ યુનિવર્સ ઈન્ડિયાએ ટોપ-10માં સ્થાન મેળવ્યું છે. આજે ભારતમાં સવારે 6 વાગ્યાથી તેનું ટેલિકાસ્ટ શરૂ થઈ ગયું છે. રિયા સિંહ આજે ફાઇનલમાં ભાગ લઇ રહી છે. ભારત પાસે ચોથી વખત મિસ યુનિવર્સ બ્યૂટી સ્પર્ધામાં ઈતિહાસ રચવાની તક છે. છેલ્લા 3 વર્ષ પહેલા 2021માં ભારતના હરનાઝ સંધુએ આ ખિતાબ હાંસલ કર્યો હતો. અગાઉ આ તાજ 2000માં લારા દત્તા અને 1994માં સુષ્મિતા સેનના માથા પર સજવામાં આવ્યો હતો. હવે આજે ભારતની રિયા સિંહ પાસે ચોથી તક છે. આ વર્ષની શરૂઆતમાં રિયા સિંહે મિસ યુનિવર્સ ઈન્ડિયા 2024નો ખિતાબ જીત્યો હતો.
આ પણ વાંચો : અભિનેતા ગોવિંદાની તબિયત અચાનક બગડી, રોડ શો અધવચ્ચે છોડવો પડ્યો
રિયા સિંહે ફાઇનલમાં જગ્યા બનાવી છે
મેક્સિકોમાં આયોજિત મિસ યુનિવર્સ 2024 સૌંદર્ય સ્પર્ધામાં 125 દેશોમાંથી 130 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. તેનો પ્રથમ રાઉન્ડ 14મી નવેમ્બરે શરૂ થયો હતો. આ રાઉન્ડમાં સ્પર્ધકોને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા. જે બાદ આજે સવારે 6 વાગ્યાથી તેને શરૂ કરવામાં આવી છે. આ વર્ષે આ બ્યૂટી સ્પર્ધામાં રેકોર્ડ 130 છોકરીઓએ ભાગ લીધો હતો. જે 2018માં બનેલા 94 સ્પર્ધકોના રેકોર્ડ કરતાં વધુ છે. આ બ્યૂટી સ્પર્ધામાં 8 જજ છે. ઑસ્ટ્રિયન ફેશન ડિઝાઈનર ઈવા કાવિલી, કોલંબિયન ગાયિકા ફારિયાના, એમિલિયો અને ભૂતપૂર્વ મિસ યુનિવર્સ સહિત કુલ 8 લોકો છે.
ભારતની રિયા સિંહ પાસે ચોથી વખત દેશ માટે આ ખિતાબ જીતવાની તક હશે. ઈરાને પ્રથમ વખત આ સ્પર્ધામાં પોતાના પ્રતિભાગીને મોકલ્યા છે. યુએઈ, ઉઝબેકિસ્તાન અને સોમાલિયાએ પણ મિસ યુનિવર્સ 2024માં પ્રથમ વખત ભાગ લીધો છે.






