અભિનેતા ગોવિંદાની તબિયત અચાનક બગડી, રોડ શો અધવચ્ચે છોડવો પડ્યો

બોલિવૂડ એક્ટર ગોવિંદાની તબિયત અચાનક બગડી હોવાના સમાચાર મળી રહ્યા છે. જેના પગલે તેને હેલિકોપ્ટર દ્વારા મુંબઈ લાવવામાં આવ્યો છે. આ અહેવાસ સામે આવ્યા બાદ ફેન્સ ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે અને દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે તેની સાથે શું થયું?
રોડ શો શરૂ થયો ને ગોવિંદાની તબિયત બગડી
ગોવિંદા જલગાંવ જિલ્લામાં વિધાનસભા ચૂંટણી માટે મહાયુતિના પ્રચાર માટે આવ્યા હતા. જ્યાં અભિનેતાનું ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પછી રોડ શો શરૂ થયો અને થોડા સમય પછી ગોવિંદાની તબિયત અચાનક બગડવા લાગી હતી.
અભિનેતાને અચાનક છાતીમાં દુ:ખાવો ઉપડ્યો
અભિનેતાને અચાનક છાતીમાં દુ:ખાવો ઉપડ્યો હતો. જે બાદ તબિયત વધુ ખરાબ થતાં રોડ શો અધવચ્ચે છોડીને હેલિકોપ્ટર દ્વારા મુંબઈ લાવવામાં આવ્યો છે.
મહારાષ્ટ્રમાં 20મીએ મતદાન
મહારાષ્ટ્રમા 20મી નવેમ્બરે મતદાન યોજાવાનું છે જેના પગલે ભાજપ સહિત તમામ રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રચાર અને પ્રસાર કરી રહ્યા છે. ત્યારે આજે અભિનેતા ગોવિંદા પણ જલગાંવ જિલ્લામાં વિધાનસભા ચૂંટણી માટે મહાયુતિના પ્રચાર માટે આવ્યા હતા. જોકે, રોડ શો દરમિયાન અભિનેતાની એકાએક તબિયત બગડી હતી.

