મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

Mirzapur Season 3ની રિલીઝ ડેટ જાહેર કરાઈ, મેકર્સે તસવીર શેર કરીને કહ્યું- 'શોધી શકો તો શોધો'

OTTની મોસ્ટ અવેટેડ સિરીઝ 'મિર્ઝાપુર સિઝન 3'ને લઈને મોટો ખુલાસો થયો છે. લાંબા સમયથી ચાહકો પૂછી રહ્યા છે કે કાલીન ભૈય

Mirzapur Season 3ની રિલીઝ ડેટ જાહેર કરાઈ, મેકર્સે તસવીર શેર કરીને કહ્યું- 'શોધી શકો તો શોધો'

OTTની મોસ્ટ અવેટેડ સિરીઝ 'મિર્ઝાપુર સિઝન 3'ને લઈને મોટો ખુલાસો થયો છે. લાંબા સમયથી ચાહકો પૂછી રહ્યા છે કે કાલીન ભૈયા અને ગુડ્ડુ ભૈયા ક્યારે પરત ફરી રહ્યા છે? હવે દર્શકોને આ સવાલનો જવાબ મળી ગયો છે. હવે થોડા સમય પહેલા 'મિર્ઝાપુર'ના મેકર્સે આ સિરીઝની ત્રીજી સિઝનની રિલીઝ ડેટને લઈને સોશિયલ મીડિયા પર મોટી હિંટ આપી છે.

નવા પોસ્ટર સાથે જાહેર કરવામાં આવી રિલીઝ ડેટ

મેકર્સે પ્રાઈમ વીડિયોના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી એક તસવીર શેર કરી હતી. આમાં ‘મિર્ઝાપુર’ના તમામ મોટા ચહેરાઓ જોઈ શકાય છે. તસવીરમાં કાલીન ભૈયા, ગુડ્ડુ ભૈયા અને મુન્ના ભૈયા સહીત સિરીઝના મુખ્ય પાત્રો જોવા મળી રહ્યા છે.

રિલીઝ ડેટ શોધી શકો તો શોધો

આ એક કેરીકેચર છે, જેમાં ઘણી બધી બંદૂકો, કાર પાસે ઉભેલા એક પુરૂષને પણ જોઈ શકાય છે. આ શેર કરતી વખતે, મેકર્સે ફેન્સને 'મિર્ઝાપુર સિઝન 3' ની રિલીઝ ડેટ સીધી નથી જણાવી, પરંતુ તેમને મૂંઝવણમાં મૂકી દીધા હતા. આ પોસ્ટરને શેર કરતા લખ્યું છે, 'મિર્ઝાપુર સિઝન 3ની રિલીઝ ડેટ તેમાં છુપાયેલી છે. જો તમે તેને શોધી શકો છો, તો શોધી લો!' હવે ફેન્સ આ પોસ્ટર પર ઝૂમ કરીને વારંવાર જોઈ રહ્યા છે પરંતુ તેની રિલીઝ ડેટ શોધી નથી શકતા.

પોસ્ટરમાં રિલીઝ ડેટ ક્યાં છે?

વાહનની નંબર પ્લેટ પર તારીખ કે નંબર નથી પરંતુ તેના પર 'કિંગ ઓફ મિર્ઝાપુર' લખેલું છે. હવે આ ફોટો જોઈને લોકોની બેચેની વધી ગઈ છે. હવે પોસ્ટરમાં દેખાતા લોકોને ગણીને અને બંદૂકોની ગણતરી કરીને મિર્ઝાપુર સિઝન 3ની રિલીઝ ડેટ વિશે દરેક જણ અનુમાન લગાવી રહ્યા છે. તમને આ પોસ્ટના કમેન્ટ સેકશનમાં અલગ અલગ જવાબો મળશે. જો કે, કયું સાચું છે? તે ત્યારે જ ખબર પડશે જ્યારે નિર્માતાઓ પોતે તેની રીલિઝ ડેટ સ્પષ્ટપણે જાહેર કરશે.

આ સમાચાર શેર કરો