Video: Mirzapur Season 3ની રિલીઝ ડેટ થઈ એનાઉન્સ, ફેન્સે કહ્યું- ‘અબ મચેગા ભૌકાલ’
પંકજ ત્રિપાઠી અને અલી ફઝલની મોસ્ટ અવેટેડ સીરિઝ મિર્ઝાપુરના ફેન્સ માટે એક સારા સમાચાર છે. સીરિ

પંકજ ત્રિપાઠી અને અલી ફઝલની મોસ્ટ અવેટેડ સીરિઝ મિર્ઝાપુરના ફેન્સ માટે એક સારા સમાચાર છે. સીરિઝની નવી સિઝનની રિલીઝ ડેટ એનાઉન્સ કરવામાં આવી છે. મિર્ઝાપુર 3 એમેઝોન પ્રાઇમ પર 5મી જુલાઈથી સ્ટ્રીમ થશે.
https://www.instagram.com/p/C8EL5RoSodY/
તૈયાર થઈ જાઓ મિર્ઝાપુર 3 માટે
પ્રાઇમ વીડિયોએ પોસ્ટર શેર કરીને કેપ્શન લખ્યું, ‘મિર્ઝાપુર 3 કા પ્રબંધન કરી દિયે હૈ. ડેટ નોટ કર લીજિયે. 5 જુલાઈ, એમેઝોન પ્રાઇમ પર.’ આ પોસ્ટરમાં પંકજ ત્રિપાઠી, અલી ફઝલ, રસિકા દુગ્ગલ, શ્વેતા ત્રિપાઠી, વિજય વર્મા જેવા સ્ટાર્સ જોવા મળી રહ્યા છે. આ વખતે મુન્ના ભૈયાનું પાત્ર ભજવનાર દિવ્યેન્દુ શર્મા શોમાં જોવા મળશે નહીં. છેલ્લી સિઝનના અંતે, ગુડ્ડુ ભૈયા અને ગોલુ સાથે મળીને મુન્ના ભૈયાને મારી નાખે છે. જ્યારે શરદ શુક્લા કાલિન ભૈયાને બચાવવામાં સફળ થઈ જાય છે. આ સિઝનમાં પણ મિર્ઝાપુરની ખુરશીની લડાઈ ચાલુ રહેશે. આ ખુરશી કોને મળે છે તે જોવું રસપ્રદ રહેશે.
મુન્ના ભૈયાને મિસ કરી રહ્યા છે ફેન્સ
પોસ્ટર રિલીઝ થતાની સાથે જ ફેન્સ મુન્ના ભૈયાને મિસ કરી રહ્યા છે. ફેન્સ સતત મુન્ના ભૈયાની સીરિઝની માગ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું- મુન્ના ભૈયા વગર સીરિરીઝ અધુરી છે. અન્ય એક યુઝરે લખ્યું, મારે મુન્ના ભૈયા સાથે 10 એપિસોડ જોઈએ છે. તો એક યુઝરે લખ્યું કે, મુન્ના ભૈયા વગર મજા નહીં આવે.
એક્સેલ એન્ટરટેઈનમેન્ટના નિર્માતા રિતેશ સિધવાણીએ જણાવ્યું હતું કે, ‘મિર્ઝાપુરની પહેલી બે સિઝનને સમગ્ર દેશમાં અને સમગ્ર વિશ્વમાં ખૂબ જ પ્રેમ મળ્યો છે બેજોડ કન્ટેન્ટ રજૂ કરવા માટે દર્શકો ફરી એકવાર મિર્ઝાપુરની દુનિયામાં પાછા ફરશે અને સિઝન 3માં ખૂબ જ રોમાંચક પ્રવાસનો આનંદ માણશે.’ પ્રાઈમ વીડિયો ઈન્ડિયાના હિન્દી ઓરિજિનલ્સના વડા નિખિલ મધોકે જણાવ્યું હતું કે, ‘મિર્ઝાપુરે તેની પ્રામાણિકતા, શાનદાર રીતે ઘડવામાં આવેલા પાત્રો અને સતત નવી દિશામાં આગળ વધતી સ્ટોરી સાથે વિશ્વભરના દર્શકોનાિલ જીતી લીધા છે.’






