Met Gala 2024: વિશ્વની પ્રખ્યાત ઈવેન્ટમાંથી એક છે મેટ ગાલા, તેની શરૂઆત કેવી રીતે થઈ
'મેટ ગાલા 2024' હાલમાં સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. આ ફેશન જગતની પ્રખ્યાત ઈવેન્ટમાંથી એક છે. દર વર્ષે આ શ

'મેટ ગાલા 2024' હાલમાં સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. આ ફેશન જગતની પ્રખ્યાત ઈવેન્ટમાંથી એક છે. દર વર્ષે આ શોનું આયોજન મે મહિનાના પહેલા સોમવારે MET MONDAY તરીકે કરવામાં આવે છે. આ વર્ષે આ શો 6 મે સોમવારે આયોજિત કરવામાં આવ્યો હતો, પરંતુ ભારતના લોકો આજે એટલે કે 7 મેના રોજ આ શો જોઈ શકે છે.
તમને જણાવી દઈએ કે મેટ ગાલા ઈવેન્ટના રેડ કાર્પેટ પર દુનિયાભરના સ્ટાર્સ હાજરી આપવા આવે છે. હવે ભારતના ઘણા સ્ટાર્સ પણ આ ઈવેન્ટનો હિસ્સો બન્યા છે. દર વર્ષે આ શો માટે ફેશનને લગતી થીમ નક્કી કરવામાં આવે છે. થીમ અનુસાર, ઇવેન્ટમાં ભાગ લેનાર સ્ટાર્સ વિવિધ પ્રકારના કોસ્ચ્યુમમાં પોતાનો જાદુ બતાવે છે. આ વર્ષની થીમ 'The Garden of Time' હતી.
મેટ ગાલા શો દર વર્ષે ન્યૂયોર્કમાં મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટની કોસ્ચ્યુમ ઇન્સ્ટિટ્યૂટમાં યોજાય છે. ન્યુયોર્ક સિટીમાં મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટને સપોર્ટ આપવા માટે આ એક ચેરિટેબલ ફેશન શો છે. તેની શરૂઆત 1948માં સોસાયટી મિડનાઈટ સપર તરીકે થઈ હતી. પરંતુ આજે તે આખી દુનિયામાં પ્રખ્યાત છે. આ ઈવેન્ટમાં દુનિયાભરના સેલેબ્સ ભાગ લે છે. આ દરમિયાન સેલેબ્સની નોખી અને અનોખી ફેશન પણ જોવા મળે છે.
ભારતમાં પ્રસારણ ક્યારે અને ક્યાં જોવું
તમને જણાવી દઈએ કે મેટ ગાલાનું કોઈ લાઈવ ટેલિકાસ્ટ નથી, તે ઈન્સ્ટાગ્રામ અને યુટ્યુબ સહિત વોગની ચેનલો પર જોઈ શકાય છે કારણ કે ફેશન મેગેઝિન વોગ દર વર્ષે આ શોનું આયોજન કરે છે. ભારતીય સમય અનુસાર આ શો 7 મેના રોજ બપોરે 3.30 કલાકે જોઈ શકાશે.






